________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૩૩
તેનો બીજો અર્થ એમ પણ થાય છે કે “રક્ત” એટલે રાગરૂપ આત્માના ભાવ, તેને ઉત્પલ” એટલે દુર કરવામાં. “કોમળ' એટલે કઠોરતાદિ દોષ રહિત તથા “સમ' એટલે રાગદ્વેષ રહિત, “પાદ” એટલે વાણીનાં પદ જેમનાં છે, અર્થાત્ જેનાં વચન કોમળ, હિત, મિત, મધુર, રાગદ્વેષ રહિત પ્રવર્તે છે, તેનાથી સર્વનું કલ્યાણ થાય છે.
ભાવાર્થ:- આ પ્રકારે શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કારરૂપ મંગળ કરીને આચાર્ય શીલ પાહુડ ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરી છે. ૧
હવે શીલનું રૂપ તથા તેથી (જ્ઞાન) ગુણ થાય છે તે કહે છે:
सीलस्स य णाणस्स य णत्थि विरोहो बुधेहिं णिद्दिट्ठो। णवरि य सीलेण विणा विसया णाणं विणासंति।।२।।
शीलस्य च ज्ञानस्य च नास्ति विरोधो बुधैः निर्दिष्टः। केवलं च शीलेन विना विषयाः ज्ञानं विनाशयंति।।२।।
ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને; વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨
અર્થ - શીલનો અને જ્ઞાનનો જ્ઞાનીઓએ વિરોધ કહ્યો નથી. એવું નથી કે જ્યાં શીલ હોય ત્યાં જ્ઞાન ન હોય અને જ્ઞાન હોય ત્યાં શીલ ન હોય. અહીં વિશેષ કહે છે કે-શીલ વિના વિષય અર્થાત ઇન્દ્રિયોના વિષય છે તે જ્ઞાનનો નાશ કરે છે-જ્ઞાનને મિથ્યાત્વ રાગ-દ્રષમય અજ્ઞાનરૂપ કરે છે.
ભાવાર્થ- અહીં એમ જાણવું કે શીલ એટલે સ્વભાવ કે પ્રકૃતિ પ્રસિદ્ધ છે. આત્માનો સામાન્યરૂપથી જ્ઞાન સ્વભાવ છે. આ જ્ઞાન સ્વભાવમાં અનાદિ કર્મસંયોગથી (-પરનો સંગ કરવાની પ્રવૃતિથી) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ થાય છે. તેથી જ્ઞાનસ્વભાવ પ્રકૃતિ કુશીલ રૂપે પરિણમે છે. તેથી સંસારમાં જન્મ-મરણ ઊભા થાય છે. અર્થાત્ કુશીલ કે અજ્ઞાનભાવથી જ સંસાર ઉત્પન્ન થયો છે. આ પ્રકૃતિને અજ્ઞાનરૂપ કહે છે, આ કુશીલ-પ્રકૃતિથીસંસાર અવસ્થામાં પોતાપણું માને છે. તથા પર દ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે.
આ પ્રકૃતિ પલટાય ત્યારે મિથ્યાત્વનો અભાવ કહેવાય, ત્યાર પછી સંસાર પર્યાયમાં પોતાપણું માનતો નથી. અને પર દ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થતી નથી. આ ભાવની પૂર્ણતા ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહના ઉદયથી ( ઉદયમાં આવેલ કર્મોમાં જોડાવાથી) કંઈક રાગ-દ્વેષકષાય પરિણામ ઉત્પન્ન થાય છે તેમને કર્મનો ઉદય જાણે, તે ભાવોને ત્યાગવા યોગ્ય જાણે, ત્યાગવા ઇચ્છે એવી પ્રકૃતિ થાય ત્યારે સમ્યગ્દર્શનરૂપ ભાવ કહે છે. આ સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com