Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 374
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 卐 5 卐 -6 શીલ પાહુડ 5 卐 卐 5555555555555555555 હવે શીલપાહુડ ગ્રંથની દેશભાષામય વનિકા લખીએ છીએ. * દોહા * ભવ કી પ્રકૃતિ નિવારિકૈ, પ્રગટ કિયે નિજ ભાવ ટ્વે અ૨હંત જુ સિદ્ધ ફુનિ, વંઠૂતિનિ ધરી ચાવ।।૧।। આ પ્રકારે ઇષ્ટને નમસ્કારરૂપ મંગલ કરીને શીલપાહુડ નામનો ગ્રંથ શ્રી કુન્દકુન્દાચાર્યદેવ કૃત પ્રાકૃત ગાથાબદ્ધની દેશભાષામય વનિકા લખીએ છીએ. પ્રથમ શ્રી કુન્દકુન્દ્રાચાર્ય દેવ ગ્રંથની આદિમાં ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલ કરીને ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરે છે: वीरं विसालणयणं रत्तुप्पलकोमलस्समप्पायं । तिविहेण पणमिऊणं सीलगुणाणं णिसोमेह ॥ १ ॥ वीरं विशालनयनं रक्तोत्पलकोमलसमपादम् । त्रिविधेन प्रणम्य शीलगुणान् निशाभ्यामि।। १॥ વિસ્તીર્ણ લોચન, રક્તકજકોમલ-સુપદ શ્રી વી૨ને ત્રિવિધે ક૨ીને વંદના, હું વર્ણવું શીલગુણને ૧ અર્થ:- આચાર્ય કહે છે કે, હું વી૨ અર્થાત્ અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામી ૫૨મ ભટ્ટારકને મન-વચન-કાયથી નમસ્કાર કરીને શીલ અર્થાત્ નિજ ભાવરૂપ પ્રકૃતિ તેના ગુણોને અથવા શીલ તથા સમ્યગ્દર્શનાદિ ગુણોને કહીશ, કેવા છે વર્ધમાનસ્વામી ? ‘વિશાળ નયન ’ છે, તેમને બાહ્યમાં તો પદાર્થોને જોવા માટે નેત્ર વિશાળ છે-વિસ્તીર્ણ છે, સુંદર છે ને અંતરંગમાં કેવળદર્શન-કેવળજ્ઞાનરૂપ નેત્ર સમસ્ત પદાર્થોને જોવાવાળા છે–તેઓ કેવા છે ? ‘રક્તોત્પલકોમલસમપાદં' અર્થાત્ તેમના ચરણ રક્તકમલ સમાન કોમળ છે, એવાં અન્યને નથી. તેથી બધાય વડે પ્રશંસનીય છે-પૂજવા યોગ્ય છે. ૧ વિસ્તીર્ણ લોચન ૧) વિશાળ નેત્રવાળા; ૨) વિસ્તૃત દર્શનજ્ઞાનવાળા. ૨ ૨ક્તજકોમલ-સુપદ લાલ કમળ જેવાં કોમળ જેમનાં સુપદ (સુંદર ચરણો અથવા રાગદ્વેષ રહિત વચનો ) છે એવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com =

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401