Book Title: Ashtapahuda
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 366
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪ (અષ્ટપાહુડ ભાવાર્થ- લિંગ ધારણ કરીને આવું કાર્ય કરે તે તો નરક જ પામે છે. એમાં સંશય નથી. ૧૦ હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને લિંગને યોગ્ય કાર્ય કરવા છતાં દુ:ખી રહે છે, એ કાર્યોનો આદર કરતો નથી તે પણ નરકમાં જાય છે: दसणणाणचरित्ते तवसंजमणियमणिच्चकम्मम्मि। पीडयदि वट्टमाणो पावदि लिंगी णरयवासं।। ११ ।। दर्शनज्ञानचारित्रेषु तपः संयमनियम नित्यकर्मसु। पीडयते वर्तमानः प्राप्नोति लिंगी नरकवासम्।।११।। દશ જ્ઞાન ચરણ, નિત્યકર્મ, તપનિયમસંયમ વિષે, જે વર્તતો પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧ અર્થ:- જે લિંગ ધારણ કરી વિવશતાથી આ ક્રિયાઓ કરતો થકો દુઃખી થાય છે તે લિંગી નરકાસ પામે છે. તે ક્રિયાઓ કઈ છે? કે પ્રથમ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, વ્યવહારથી અને નિશ્ચયથી ધારણ કરવા; તપ-અનશનાદિક બાર પ્રકારનાં શક્તિ અનુસાર કરવા; સંયમઇન્દ્રિયો અને મનને વશ કરવા તથા જીવોની રક્ષા કરવી; નિયમ-નિત્ય કાંઈક ત્યાગ કરવો અને નિત્યકર્મ-આવશ્યકાદિ ક્રિયાઓ નિયત સમયે કરવી-આ લિંગને યોગ્ય ક્રિયાઓ છે. આ ક્રિયાઓ કરતો થકો જો દુઃખી થાય છે, તો નરકે જાય છે. ભાવાર્થ:- “ “માતમ દિત હેતુ વિરા-જ્ઞાન, સો નર્વે માપવો ખાન'' મુનિપદ = મોક્ષમાર્ગ, તેને તો તે કષ્ટદાતા માને છે, તેથી તે મિથ્યા રુચિવાનું છે. લિંગ ધારણ કરીને આ કાર્યો કરવાના હતા. તેનો તો અનાદર કરે અને પ્રમાદ સેવે તથા લિંગને યોગ્ય કાર અનુભવે ત્યારે જાણો કે તેણે ભાવશુદ્ધિપૂર્વક લિંગ ગ્રહણ કર્યું નથી અને ભાવ બગડવાથી તો તેનું ફળ નરકવાસ જ હોય છે, એ પ્રકારે જાણવું. ૧૧ હવે કહે છે કે જે ભોજનમાં પણ રસલોલુપી હોય છે તે પણ લિંગને લજાવે છે: कंदप्पाइय वट्टइ करमाणो भोयणेसु रसगिद्धिं । मायी लिंगविवाई तिरिक्खजोणी ण सो समणो।।१२।। कंदर्पादिषु वर्तते कुवार्ण: भोजनेषु रसगृद्धिम्। मायावी लिंगव्यवायी तिर्यग्योनिः न सः श्रमणः।।१२।। જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે, માયાવી લિંગ વિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401