________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧)
(અષ્ટપાહુડ
પાંચ પદોનું ધ્યાન છે. આથી મારે આ આત્માનું જ શરણ છે, એવી ભાવના કરી છે અને પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ અંતમંગલ બતાવ્યું છે. ૧૦૪
હવે કહે છે કે જે સમાધિમરણમાં ચાર આરાધનાની આરાધના કહી છે તે પણ આત્માની જ ચેષ્ટા છે. તેથી આત્મા જ મારૂં શરણ છેઃ
सम्मत्तं सण्णाणं सच्चारित्तं हि सत्तवं चैव। चउरो चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं ।। १०५ ।।
सम्यक्त्वं सइझानं सच्चारित्रं हि सत्तपः चैव। चत्त्वारः तिष्ठति आत्मनि तस्मादात्मा स्फुटं मे शरणं ।।१०५।।
સમ્યકત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર, સત્તપ ચરણ જે, ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫
અર્થ:- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત અને સત્ તપ એ ચાર આરાધના આત્મામાં સ્થિત છે, અર્થાત્ આત્માની જ અવસ્થા છે. માટે આત્મા જ મારૂં શરણ છે, ગતિ છે, મંગળ છે.
ભાવાર્થ- નિશ્ચયવ્યવહારાત્મક તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ તે સમ્યગ્દર્શન છે. સંશય, વિમોહ, વિભ્રમથી રહિત ને નિશ્ચયવ્યવહાર વડે નિજ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાનથી તત્ત્વાર્થને જાણી રાગ-દ્વેષાદિથી રહિત પરિણામ થવા તે સમ્મચારિત્ર છે અને પોતાની શક્તિ અનુસાર સમ્યજ્ઞાનપૂર્વક કષ્ટ સહિત સ્વરૂપને સાધવું તે સમ્યક્તપ છે. આ રીતે આ ચારેય પરિણામ આત્માના છે. માટે આચાર્ય કહે છે કે મારે આત્માનું જ શરણ છે. તેની ભાવનામાં આ ચારેય આવી જાય છે.
અંત સંલેખનામાં ચાર આરાધનાનું આરાધન કરવાનું કહ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-તપ આ ચારેયના ઉધોત, ઉધવન, નિર્વહણ, સાધન અને વિસ્તરણ-એવી પાંચ પ્રકારે આરાધના કરવાની કહી છે. તે આત્માને ભાવવામાં (આત્માની ભાવના-એકાગ્રતા કરવામાં) ચારેય આવી ગયાં. આવી રીતે અંત સંલખનાની ભાવના આમાં જ આવી ગઈ એમ જાણવું, તથા આત્મા જ પરમ મગલરૂપ છે એમ પણ જણાવ્યું છે. ૧૦૫
હવે આ મોક્ષ પાહુડ ગ્રંથ પૂર્ણ કરતાં તેને વાંચવા, સાંભળવા અને ભાવવાનું ફળ કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com