________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
(અષ્ટપાહુડી
અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રતો નિર્દિષ્ટ છે, શિક્ષાવ્રતો છે ચાર;-એ સંયમચરણ સાગાર છે. ૨૩
અર્થ:- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત-આ પ્રમાણે બાર પ્રકારનું સંયમાચરણ ચારિત્ર છે. જે સાગાર છે, તે ગ્રંથ સહિત શ્રાવકને હોય છે તેથી સાગાર કહ્યું છે.
પ્રશ્ન:- આ બાર પ્રકાર તો વ્રતના કહ્યાં અને આગળ ગાથામાં અગિયાર નામ કહ્યાં, તેમાં પ્રથમ દર્શન નામ કહ્યું. તેમાં એ વ્રત કેવી રીતે હોય છે?
સમાધાન:- અણુવ્રત એવું નામ કિંચિત્ વ્રતનું છે. તે પાંચ અણુવ્રતોમાંથી કિંચિત્ અહીં પણ હોય છે. માટે દર્શનપ્રતિમાના ધારક પણ અણુવ્રતી જ છે. તેનું નામ દર્શન જ કહ્યું. અહીં આ પ્રકારે જાણવું કે એમાં કેવળ સમ્યકત્વ જ હોય છે અને અવ્રતી છે, અણુવ્રત નથી. એના અણુવ્રત અતિચાર સહિત હોય છે તેથી વતી નામ ન કહ્યું. બીજી પ્રતિમામાં અણુવ્રત અતિચાર રહિત પાળે છે તેથી તેમને વ્રત નામ કહ્યું છે. અહીં સમ્યકત્વના અતિચાર ટાળે છે, સમ્યકત્વ જ પ્રધાન છે એટલે દર્શન પ્રતિમા નામ કહ્યું છે. અન્ય ગ્રંથોમાં આનું સ્વરૂપ એ પ્રકારે કહ્યું છે કે જે આઠ મૂળગુણનું પાલન કરે, સાત વ્યસનને ત્યાગે, જેને અતિચાર રહિત શુદ્ધ સમ્યકત્વ હોય તે દર્શન પ્રતિમા ધારક છે. પાંચ ઉદમ્બરફળ અને મધ, માંસ, મધ આ આઠેનો ત્યાગ કરે તે આઠ મૂળ ગુણ છે.
કોઈ ગ્રંથમાં આ પ્રકારે કહ્યું છે કે પાંચ અણુવ્રત પાળે, મધ, માંસ અને મધનો ત્યાગ કરે તે આઠ મૂળ ગુણ છે. પરંતુ આમાં વિરોધ નથી, વિચક્ષા ભેદ છે. પાંચ ઉદમ્બરફળ અને ત્રસ મકારનો ત્યાગ કહેવાથી જે વસ્તુઓમાં સાક્ષાત્ ત્રણ જીવ દેખાતા હોય તે બધી વસ્તુઓનું ભક્ષણ ન કરે. દેવાદિકના નિમિત્ત તથા ઔષધાદિકના નિમિત્ત ઇત્યાદિ કારણોથી દેખાતા ત્રસજીવોનો ઘાત ન કરે એવો આશય છે. આમાં તો અહિંસા અણુવ્રત આવ્યું. સાત વ્યસનોના ત્યાગમાં જૂઠ, ચોરી અને પરસ્ત્રીનો ત્યાગ આવ્યો. ને અન્ય વ્યસનોનાં ત્યાગમાં અન્યાય, પરધન, પરસ્ત્રીનું ગ્રહણ નથી. તેથી તેમાં અતિલોભના ત્યાગથી પરિગ્રહ ઘટાડવાનું આવ્યું. આ રીતે પાંચ અણુવ્રત આવે છે. તેનાં (વ્રતાદિ પ્રતિમાના) અતિચાર ટળતાં નથી તેથી અણુવ્રતી નામ તેને અપાતું નથી. તેમ છતાં આ પ્રકારથી દર્શન પ્રતિમાનો ધારક પણ અણુવ્રતી છે. માટે દેશવિરતમાં સાગાર સંયમાચરણ-ચારિત્રમાં-તેમને પણ ગણ્યા છે. ૨૩
હવે પાંચ અણુવ્રતનું સ્વરૂપ કહે છે –
थूले तसकायवहे थूले मोषे अदत्तथूले य। परिहारो परमहिला परिग्गहारंभपरिमाणं ।। २४ ।।
૧ ‘સત્તધૂને ' ના સ્થાને સંસ્કૃત છાયામાં ‘તિતિવધૂને', “પરમહિલા” ના સ્થાને ‘પરમપિઝ્મ' એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com