________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
(અષ્ટપાહુડ
છે તેને પ્રગટ કર, ભાવોમાં પ્રત્યક્ષ કર. આ ઉપદેશ એટલા માટે આપ્યો છે કે તું મૈથુનસંજ્ઞાજે કામસેવનની અભિલાષા-તેમાં આસક્ત થઈને અશુદ્ધ ભાવોથી આ ભીમ (ભયાનક ) સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરતો રહ્યો.
ભાવાર્થ:- આ પ્રાણી મૈથુનસંજ્ઞામાં આસક્ત થઈને ગૃહસ્થપણાદિક અનેક ઉપાયોથી સ્ત્રીસેવનાદિક અશુદ્ધ ભાવોમાં અશુભ કાર્યોમાં પ્રવર્તે છે, તેથી આ ભયાનક સંસારસમુદ્રમાં ભ્રમણ કરે છે. માટે આ ઉપદેશ છે કે-દસ પ્રકારના અબ્રહ્મ છોડીને નવ પ્રકારનું બ્રહ્મચર્ય અંગીકાર કરો. દસ પ્રકારનું અબ્રહ્મ આ પ્રમાણે છે :- (૧) પ્રથમ તો સ્ત્રીનું રિ (૨) પછી દેખવાની ચિંતા કરવી, (૩) પછી નિશ્વાસ નાખવો, (૪) પછી જ્વર થવો, (૫) પછી દાહ થવો, (૬) પછી કામની રુચિ થવી (૭) પછી મૂછ આવવી, (૮) પછી ઉન્માદ થવો, (૯) પછી જીવવાનો સંદેહુ થવો, અને (૧૦) પછી મરણ થવું. –આવા દસ પ્રકારના અબ્રહ્મ છે. નવ પ્રકારનું બ્રહ્મચર્ય આ પ્રકારે છે :- નવ કારણોથી બ્રહ્મચર્ય બગડે છે. તેનાં નામ આ પ્રકારે છે :- (૧) સ્ત્રીસેવન કરવાની અભિલાષા, (૨) સ્ત્રીના અંગોને સ્પર્શન, (૩) પુષ્ટ રસનું સેવન, (૪) સ્ત્રીથી સંસક્ત (સ્પર્શિત) વસ્તુ-શપ્યા આદિનું સેવન, (૫) સ્ત્રીનું મુખ, નેત્ર આદિને દેખવું, (૬) સ્ત્રીનો સત્કાર-પુરસ્કાર કરવો, (૭) પહેલાં કરેલ સ્ત્રી સેવનને યાદ કરવું, (૮) આગામી સ્ત્રી સેવનની અભિલાષા કરવી અને (૯) મનવાંછિત ઇષ્ટ વિષયોનું સેવન કરવું- આવા નવ પ્રકાર છે. તેનો ત્યાગ કરવો તે નવ ભેદરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું-એ પણ નવ પ્રકાર છે. આમ કરવું તે પણ ભાવ શુદ્ધ કરવાનો ઉપાય છે. ૯૮
હવે કહે છે કે જે ભાવ સહિત મુનિ છે તે આરાધનાના ચતુને પામે છે. ભાવ વિના તે પણ સંસારમાં ભ્રમણ કરે છે:
भावसहिदो य मुणिणो पावइ आराहणाच उक्कं च। भाव रहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे।। ९९ ।।
भावसहितश्च मुनिनः प्राप्नोति आराधनाचतुष्कं च। भावरहितश्च मुनिवर! भ्रमति चिरं दीर्घ संसारे।। ९९ ।।
ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને; ભાવે રહિત તો હે શ્રમણ ! ચિર દીર્થસંસારે ભમે. ૯૯
અર્થ - હે મુનિવર! જે ભાવસહિત છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એવી આરાધનાના ચતુષ્ટયને પામે છે, તે મુનિઓમાં પ્રધાન છે અને જે ભાવરહિત મુનિ છે તે ઘણા લાંબાકાળ સુધી દીર્થસંસારમાં ભ્રમણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com