________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
(અષ્ટપાહુડ
દર્શન-શ્રદ્ધાનથી કરેલું શુદ્ધ છે. બીજું સંયમના આચરણસ્વરૂપ ચારિત્ર છે. તેપણ જિનદેવના જ્ઞાનથી બતાવેલું શુદ્ધ છે.
ભાવાર્થ:- ચારિત્ર બે પ્રકારનું કહ્યું છે. પ્રથમ (૧) તો સમ્યકત્વનું આચરણ કહ્યું. સર્વજ્ઞના આગમમાં તત્ત્વાર્થનું સ્વરૂપ કહ્યું છે તેને યથાર્થ જાણવું, શ્રદ્ધા કરવી અને શંકા આદિ અતિચાર મળ દોષ કહેલા છે તેનો પરિહાર કરી (દૂર કરી) શુદ્ધ કરવા તથા તેના નિઃશંકિત વગેરે ગુણો પ્રગટ થવા તે સમ્યકત્વાચરણ ચારિત્ર છે અને (૨) જે મહાવ્રત વગેરે અંગીકાર કરી સર્વજ્ઞના આગમમાં કહ્યું છે તેવું સંયમનું આચરણ કરવું તેમજ તેના અતિચાર આદિ દોષોને દૂર કરવા તે સંયમાચરણ ચારિત્ર છે. આ પ્રકારે સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું. ૫
હવે સમ્યકત્વચરણ ચારિત્રના મળદોષોનો પરિહાર કરી આચરણ કરવાનું કહે છે -
एवं चिय णाऊण य सव्वे मिच्छत्तदोस संकाइ। परिहर सम्मत्तमला जिणभणिया तिविहजोएण।।६।।
एवं चैवज्ञात्वा च सर्वान् मिथ्यात्वदोषान् शंकादीन्। परिहर सम्यक्त्वमलान् जिनभणितान् त्रिविधयोगेन।।६।। ઈમ જાણીને છોડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને, -મિથ્યાત્વમય દોષો તથા સમ્યકત્વમળ જિન-ઉક્તને. ૬
અર્થ:- પ્રથમ આગળ કહ્યા પ્રમાણે સમ્યકત્વાચરણ ચારિત્રને જાણીને મિથ્યાત્વ કર્મના ઉદયથી શંકા આદિ દોષ સમ્યત્વને અશુદ્ધ કરવાવાળા મળે છે એમ જિનદેવે કહ્યું છે. તેમને મન, વચન અને કાયના ત્રણે યોગોથી છોડવા.
ભાવાર્થ- શંકાદિ દોષ સમ્યકત્વનો મળ છે. તેને ત્યાગવાથી સમ્યકત્વાચરણ ચારિત્ર શુદ્ધ થાય છે. માટે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ જિનદેવે કર્યો છે. તે દોષ કયા છે તે કહે છે :(૧) જિનવચનમાં વસ્તુનું સ્વરૂપ કહ્યું છે તેમાં સંશય કરવો તે શંકા દોષ છે. તે શંકા થવાથી સાત ભયના નિમિત્તથી સ્વરૂપથી ચલિત થઈ જાય તે પણ શંકા છે. (૨) ભોગોની અભિલાષા તે કાંક્ષા દોષ છે. તે થવાથી ભોગો માટે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય છે. (૩) વસ્તુના સ્વરૂપમાં અર્થાત્ ધર્મમાં ગ્લાનિ કરવી તે જુગુપ્સાદોષ છે. તે થવાથી ધર્માત્મા પુરુષોને પૂર્વકર્મના ઉદયથી બાહ્ય મલિનતા જોઈને જિનમતથી ચલિત થઈ જાય છે. (૪) દેવ, ગુરુ, ધર્મ તથા લૌકિક કાર્યોમાં મૂઢતા અર્થાત્ યથાર્થ સ્વરૂપને ન જાણવું તે મૂઢદષ્ટિ દોષ છે. તે થવાથી અન્ય લૌકિક જનોએ માનેલા સરાગી દેવ, હિંસાધર્મ, સગ્રંથ ગુરુ તથા લોકોએ વિચાર કર્યા વિના માનેલા અનેક ક્રિયાકાંડથી વૈભવાદિકની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરવાથી યથાર્થ મતથી ભ્રષ્ટ થઈ જાય છે. (૫) ધર્માત્મા પુરુષોમાં કર્મના ઉદયથી કોઈ દોષ ઉત્પન્ન થયેલો દેખે તો તેમની અવજ્ઞા કરવી તે અનુપગૂઠન દોષ છે. તે થવાથી ધર્મથી છૂટી જાય છે. (૬) ધર્માત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com