________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૬૯
વાત્સલ્ય-વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી, વળી માર્ગગુણસ્તવના થકી, ઉપગૂહન ને સ્થિતિકરણથી. ૧૧
-આ લક્ષણોથી તેમ 'આર્જવભાવથી લક્ષાય છે, વણમોહ જિનસમ્યકત્વને આરાધનારો જીવ જે. ૧૨
અર્થ - જિનદેવની શ્રદ્ધા તે સમ્યકત્વ તેને મોહ અર્થાત્ મિથ્યાત્વરહિત આરાધના કરતો થકો જીવ આ લક્ષણોથી અર્થાત્ ચિહ્નોથી ઓળખવામાં આવે છે-(૧) પ્રથમ તો ધર્માત્મા પુરુષો પ્રત્યે જેને વાત્સલ્યભાવ હોય, જેવી રીતે તત્કાલની પ્રસૂતિવાન ગાયને પોતાના વાછરૂ પ્રત્યે પ્રેમ હોય છે તેવી પ્રીતિ ધર્માત્મા પ્રત્યે હોય, એક તો આ ચિહ્ન છે. (૨) સમ્યકત્વાદિ ગુણોથી જે અધિક હોય તેમના પ્રત્યે વિનય અને સત્કારાદિ જેને અધિક હોય એવો વિનય એ પણ એક ચિહ્ન છે. (૩) જેને દુઃખી પ્રાણી જોઈને કરૂણાભાવસ્વરૂપ અનુકંપા ઉત્પન્ન થાય, આ પણ એક ચિહ્ન છે. અનુકંપા કેવી હોય? તેને અનુરૂપ દાનથી યોગ્ય હોય, નિગ્રંથ સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રશંસા સહિત હોય, –આ પણ એક ચિહ્ન છે. (૪) જે માર્ગની પ્રશંસા ન કરતા હોય તો એમ જાણો કે આ માર્ગની દઢ શ્રદ્ધા નથી. ધર્માત્મા પુરુષને કર્મના ઉદયથી દોષ ઉત્પન્ન થાય તો તેની પ્રસિદ્ધિ ન કરે, ઉપગૂન ભાવ હોય, આ એક ચિહ્ન છે. (૫) ધર્માત્માને માર્ગથી ટ્યુત થતા જાણી તેમને ફરી સ્થિર કરે. આવું નામનું ચિહ્ન છે. તેને સ્થિતિકરણ પણ કહે છે. આવા બધાં ચિહ્નોને સત્યાર્થ કરવાવાળો એક આર્જવભાવ છે. કેમકે નિષ્કપટ પરિણામથી આ બધા ચિહ્નો પ્રગટ થાય છે, સત્યાર્થ થાય છે. આટલાં લક્ષણોથી સમ્યગ્દષ્ટિને જાણી શકાય છે.
ભાવાર્થ:- મિથ્યાત્વકર્મના અભાવથી જીવોનો નિજભાવ સમ્યત્વભાવ પ્રગટ થાય છે, છદ્મસ્થને જ્ઞાન ગોચર નથી અને તેનાં બાહ્ય ચિહ્ન સમ્યગ્દષ્ટિને પ્રગટ હોય છે. તેનાથી સમ્યકત્વ થયું જાણી શકાય છે. જે વાત્સલ્ય આદિ ભાવ કહ્યા તે પોતાને તો પોતાના અનુભવગોચર હોય છે, અને બીજાને તેની વચન, કાયાની ક્રિયાથી જાણવામાં આવે છે. તેની પરીક્ષા જેવી રીતે પોતાને ક્રિયાવિશેષથી થાય છે તેવી રીતે અન્યની પણ ક્રિયાવિશેષથી થાય છે. આ રીતે વ્યવહાર છે. જો આવું ન હોય તો સમ્યકત્વ વ્યવહારમાર્ગનો લોપ થઈ જાય. માટે વ્યવહારી પ્રાણીઓને વ્યવહારનો જ આશ્રય કહ્યો છે, પરમાર્થને સર્વજ્ઞ જાણે છે. ૧૧-૧૨.
૧ આર્જવભાવ = સરળપરિણામ. ૨ લક્ષાય = ઓળખાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com