________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૭૩
ભાવાર્થ:- વસ્તુ દ્રવ્ય-પર્યાયામક સત્તાસ્વરૂપ છે. તેથી જેવું છે તેવું જુએ, જાણે અને શ્રદ્ધાન કરે ત્યારે આચરણ શુદ્ધ થાય એવો સર્વજ્ઞના આગમથી વસ્તુનો નિશ્ચય કરીને આચરણ કરવું. વસ્તુ છે તે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. દ્રવ્યનું લક્ષણ સત્તા છે તથા ગુણ-પર્યાયવાનને દ્રવ્ય કહે છે. પર્યાય બે પ્રકારની છે, સહવર્તી અને ક્રમવર્તી. સહવર્તીને ગુણ કહે છે અને ક્રમવર્તીને પર્યાય કહે છે. દ્રવ્ય સામાન્યરૂપથી એક છે તોપણ વિશેષરૂપથી છ છે-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
જીવને દર્શન-જ્ઞાનમયી ચેતના તો ગુણ છે અને અચક્ષુ આદિ દર્શન, મતિ આદિ જ્ઞાન તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ તથા નર, નારકાદિ વિભાવપર્યાય છે. સ્વભાવપર્યાય અગુરુલઘુ ગુણદ્વારા હાનિવૃદ્ધિનું પરિણમન છે. પુદ્ગલ દ્રવ્યના સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ મૂર્તપણું તો ગુણ છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું ભેદરૂપ પરિણમન તથા અણુથી સ્કંધરૂપ થવું તથા શબ્દ, બંધ આદિરૂપ થવું ઇત્યાદિ પર્યાય છે. ધર્મ, અધર્મ દ્રવ્યને ગતિ હેતુત્વ અને સ્થિતિ હેતુત્વ તો ગુણ છે અને આ ગુણ દ્વારા જીવ અને પુદ્ગલને ગતિ અને સ્થિતિ હોય છે. તે પર્યાય છે અને અગુરુલઘુ ગુણદ્વારા હાનિ-વૃદ્ધિનું પરિણમન થાય છે. તે સ્વભાવ પર્યાય છે.
આકાશનો અવગાહન ગુણ છે. અને જીવ-પુદ્ગલ આદિને તેના નિમિત્તથી પ્રદેશભેદની કલ્પના કરીએ તે પર્યાય છે તથા હાનિ-વૃદ્ધિનું પરિણમન તે સ્વભાવપર્યાય છે. કાળદ્રવ્યનો વર્તના તો ગુણ છે. અને જીવ-પુદ્ગલાદિને તેના નિમિત્તથી સમય આદિની કલ્પના તે પર્યાય છે. તેને વ્યવહાર કાળ પણ કહે છે. તથા હાનિ-વૃદ્ધિનું પરિણમન તે સ્વભાવપર્યાય છે. ઇત્યાદિ તેમનું સ્વરૂપ જિનાગમથી જાણીને દેખવું, જાણવું, શ્રદ્ધાન કરવું, તેથી ચારિત્ર શુદ્ધ થાય છે. જ્ઞાન, શ્રદ્ધાન, વિના આચરણ શુદ્ધ હોતું નથી, આમ જાણવું. ૧૮
હવે કહે છે કે આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ ભાવ મોહરહિત જીવને હોય છે. તેનું આચરણ કરતો થકો શીધ્ર મોક્ષ પામે છે:
एए तिण्णि वि भावा हवंति जीवस्स मोहरहियस्स। णियगुणमाराहंतो अचिरेण य कम्म परिहरइ।।१९।।
ए ते त्रयोऽपि भावाः भवंति जीवस्य मोहरहितस्य।
निजगुणमाराधयन् अचिरेण च कर्म परिहरति।।१९।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com