________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે કહે છે કે જે સમ્યકત્વના આચરણથી ભ્રષ્ટ છે અને સંયમનું આચરણ કરે છે તો પણ મોક્ષ પામતા નથી:
सम्मत्तचरणभट्ठा संजमचरणं चरंति जे वि णरा। अण्णाणणाणमढा तह वि ण पावंति णिव्वाणं।।१०।।
सम्यक्त्वचरणभ्रष्टा: संयमचरणं चरन्ति येऽपि नराः।
अज्ञानज्ञानमूढाःतथाऽपि न प्राप्नुवंति निर्वाणम्।।१०।।
સમ્યકત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે, તોપણ લહે નહિ મુક્તિને અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ. ૧૦
અર્થ:- જે પુરુષ સમ્યકત્વાચરણ ચારિત્રથી ભ્રષ્ટ છે અને સંયમનું આચરણ કરે છે પણ તે અજ્ઞાનથી મૂઢદષ્ટિ થયા થકા નિર્વાણ પામતા નથી.
ભાવાર્થ:- સમ્યકત્વાચરણ ચારિત્ર વિના સંયમાચરણ ચારિત્ર નિર્વાણનું કારણ નથી. કેમકે સમ્યજ્ઞાન વિના તો જ્ઞાન મિથ્યા કહેવાય છે. તેથી આ પ્રમાણે સમ્યકત્વ વિના ચારિત્રને પણ મિથ્યાપણું આવે છે. ૧૦
હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ પ્રકારે સમ્યકત્વાચરણ ચારિત્રનાં ચિહ્ન કયા છે? જેનાથી એ જાણી શકાય. તેના ઉત્તરરૂપ ગાથામાં સમ્યકત્વનું ચિહ્ન કહે છે:
विच्छल्लं विणएण य अणकंपाए सुदाण दच्छाए। मग्गगुणसंसणाए अवगृहण रक्खणाए य।।११।।
ए ए हिं लक्खणेहिं य लक्खिज्जइ अज्जवेहिं भावेहिं। जीवो आराहतो जिणसम्मत्तं अमोहेण।। १२ ।।
वात्सल्यं विनयेन च अनुकंपया सुदान दक्षया। मार्गगुणशंसनथा उपगूहनं रक्षणेन च।।११।।
एतैः लक्षणैः च लक्ष्यते आर्जवैः भावैः। जीव: आराधयन् जिनसम्यक्त्वं अमोहेन।।१२।।
૧ અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનારા. ૨ માર્ગગુણસ્તવના = નિગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com