________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
હવે શંકાદિ દોષ દૂર થતાં સમ્યકત્વના આઠ અંગ પ્રગટ થાય છે તે કહે છે:
णिस्संकिय णिक्कंखिय णिव्विदिगिंछा अमूढदिट्ठि य। उवगृहण ठिदिकरणं वच्छल्ल पहावणा य ते अट्ठ।।७।।
निशंकितं निःकांक्षितं निर्विचिकित्सा अमूढदृष्टी च। उपगूहनं स्थितीकरणं वात्सल्यं प्रभावना च ते अष्टौ।।७।।
નિઃશંકતા, નિઃકાંક્ષ, નિર્વિકિત્સ, અવિમૂઢત્વ ને ઉપગૂહન, થિતિ, વાત્સલ્યભાવ, પ્રભાવના-ગુણ અષ્ટ છે. ૭
અર્થ - (૧) નિઃશંકિત, (૨) નિઃકાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ટિ, (૫) ઉપગૂહન, (૬) સ્થિતિકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના-આ આઠ અંગ છે.
ભાવાર્થ:- આ આઠ અંગ આગળ કહેલા શંકાદિ દોષોના અભાવથી પ્રગટ થાય છે. તેમનાં ઉદાહરણ પુરાણોમાં છે. તેમની કથાથી જાણવા. (૧) નિઃશંક્તિમાં અંજન ચોરનું ઉદાહરણ છે. તેણે જિનવચનમાં શંકા ન કરી. નિર્ભય બનીને શીકાના બધા બંધ (દોરી) કાપીને મંત્ર સિદ્ધ કર્યો. (૨) નિઃકાંક્ષિતમાં સીતા, અનંતમતી, સુતારા વગેરેના ઉદાહરણો છે. જેમણે ભોગને અર્થે ધર્મ ન છોડ્યો. (૩) નિર્વિચિકિત્સમાં ઉદયન રાજાનું ઉદાહરણ છે. જેણે મુનિનું શરીર અપવિત્ર જોઈને પણ ગ્લાનિ ન કરી. (૪) અમૂઢ દષ્ટિમાં રેવતીરાણીનું ઉદાહરણ છે, તેને વિદ્યાધરે અનેક મહિમા દેખાડી તોપણ શ્રદ્ધાથી શિથિલ ન થઈ. (૫) ઉપગૂનમાં જિનેન્દ્રભક્ત શેઠનું ઉદાહરણ છે. બ્રહ્મચારીનો વેષ ધારણ કરી ચોરી છત્રની ચોત્રી કરી. તોપણ તેણે બ્રહ્મચર્યપદની નિંદા થતી જાણીને તે ચોરનો દોષ છુપાવ્યો. (૬) સ્થિતિકરણમાં વારિર્ષણનું ઉદાહરણ છે. જેણે પુષ્પદંત બ્રાહ્મણને મુનિપદથી શિથિલ થયેલો જાણીને દઢ કર્યો. (૭) વાત્સલ્યમાં વિષ્ણુકુમાર મુનિનું ઉદાહરણ છે. જેમણે અકંપનાચાર્ય આદિ મુનિઓના ઉપસર્ગનું નિવારણ કર્યું. (૮) પ્રભાવનામાં વ્રજકુમાર મુનિનું ઉદાહરણ છે. જેમણે વિદ્યાધરની સહાય મેળવીને ધર્મની પ્રભાવના કરી-આવા આઠ અંગ પ્રગટ થવાથી સમ્યકત્વાચરણ ચારિત્ર થાય છે. જેમ શરીરને હાથ, પગ વગેરે હોય છે તેવી જ રીતે આ સમ્યકત્વનાં આઠ અંગ છે. આ ન હોય તો વિકલાંગ હોય છે.
હવે કહે છે કે આ પ્રકારે પહેલાં સમ્યકત્વાચરણ ચારિત્ર હોય છે –
तं चेव गुणविसुद्धं जिणसम्मत्तं सुमुक्खठाणाए। जं चरइ णाणजुत्तं पढमं सम्मतचरणचारित्तं।। ८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com