________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૬૫
પુરુષોને કર્મના ઉદયના વશથી ધર્મથી ચલિત થતા દેખીને તેમની સ્થિરતા ન કરવી તે અસ્થિતિકરણ દોષ છે. તે થવાથી એમ જણાય છે કે તેને ધર્મમાં અનુરાગ નથી અને અનુરાગ ન હોવો તે સમ્યકત્વનો દોષ છે. (૭) ધર્માત્મા પુરુષોથી વિશેષ પ્રીતિ ન કરવી તે અવાત્સલ્ય દોષ છે. તે થવાથી સમ્યકત્વનો અભાવ પ્રગટપણે સૂચવાય છે. (૮) ધર્મનું માહાભ્ય શક્તિ અનુસાર પ્રગટ ન કરવું તેને અપ્રભાવના દોષ કહે છે. તેમ થવાથી જણાય છે કે તેને ધર્મના માહાભ્યની શ્રદ્ધા પ્રગટ થઈ નથી. -આ પ્રમાણે સમ્યકત્વના આઠ દોષ મિથ્યાત્વના ઉદયથી થાય છે. જ્યાં તે તીવ્ર હોય ત્યાં તો મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય બતાવે છે, સમ્યકત્વનો અભાવ બતાવે છે. અને જ્યાં કંઈક મંદ અતિચારરૂપ હોય તો સમ્યકત્વ પ્રકૃતિનામક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી હોય છે. ત્યાં ક્ષાયોપથમિક સમ્યકત્વનો સદ્ભાવ હોય છે, પરમાર્થથી વિચારે તો અતિચાર ત્યાગવા યોગ્ય જ છે.
આ દોષો થતાં અન્ય દોષ પણ પ્રગટે છે. તેમાં ત્રણ પ્રકારની મૂઢતા છે : (૧) દેવમૂઢતા, (૨) પાખંડમૂઢતા અને (૩) લોકમૂઢતા. (૧) કોઈ વરદાનની ઇચ્છાથી સરાગી દેવોની ઉપાસના કરવી, પાષાણાદિમાં તેમની સ્થાપના કરીને પૂજા કરવી તે દેવમૂઢતા છે. (૨) ઢોંગી ગુરુમાં મૂઢતા-પરિગ્રહ, આરંભ, હિંસાદિ સહિત પાખંડી (ઢોંગી) વેષધારીઓનો આદરસત્કાર કરવો તે પાખંડ મૂઢતા છે. (૩) લોકમઢતા-અન્ય મતવાળાના ઉપદેશથી તથા સ્વયં વિનાવિચાર્યું કોઈ પ્રવૃત્તિ કરવા લાગી જાય તે લોકમૂઢતા છે. જેમકે સૂર્યને અર્થ આપવો; ગ્રહણ વખતે સ્નાન કરવું, સંક્રાન્તિમાં દાન આપવું, અગ્નિનો સત્કાર કરવો, ઘર, કૂવો પૂજવો; ગાયના પૂંછડાને નમસ્કાર કરવા; ગાયનું મૂત્ર પીવું; રત્ન, ઘોડાદિ વાહન, પૃથ્વી, વૃક્ષ, શસ્ત્ર, પર્વત વગેરેની સેવા-પૂજા કરવી: નદી–સમુદ્ર આદિને તીર્થ માની તેમાં સ્નાન કરવું ઉપરથી પડવું; અગ્નિપ્રવેશ કરવો વગેરે જાણવા.
5* પવત
છ અનાયતન છે-કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એમનાં ભક્તો આવા અનાયતન છે. તેમને ધર્મસ્થાન માનીને મનથી તેમની પ્રશંસા કરવી, વચનથી તેમને વખાણવા, શરીરથી તેમને વંદન કરવા, તે ધર્મના સ્થાન નથી, માટે તેને અનાયતન કહે છે. (૧) જાતિ, (૨) લાભ, (૩) કુળ, (૪) રૂપ, (૫) ત૫, (૬) બળ (૭) વિદ્યા અને (૮) ઐશ્વર્ય–તેમનો ગર્વ કરવો એ આઠ મદ છે. જાતિ માતાપક્ષ છે, લાભ ધનાદિક કર્મના ઉદયને આશ્રિત છે, કુળ પિતાપક્ષ છે. રૂપ કર્મોદય આશ્રિત છે, તપ પોતાના સ્વરૂપને સાધવાનું સાધન છે, બળ કર્મોદય આશ્રિત છે, વિધા કર્મના ક્ષયોપશમ આશ્રિત છે, ઐશ્વર્ય કર્મોદય આશ્રિત છે.-આ બધામાં ગર્વ શું કરવો? પરદ્રવ્યના નિમિત્તથી થવાવાળાનો ગર્વ કરવો એ સમ્યકત્વનો અભાવ બતાવે છે અથવા સમ્યકત્વને મલિન કરે છે. આ પ્રમાણે આ પચ્ચીસ સમ્યકત્વના મળ દોષ છે, તેમનો ત્યાગ કરવાથી સમ્યકત્વ શુદ્ધ થાય છે. તે સમ્યકત્વાચરણ ચારિત્રનું અંગ છે. ૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com