________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
છે કે-અકાર આદિ અક્ષરથી તો “અરિ' અર્થાત્ મોહકર્મ, રકાર આદિ અક્ષરની અપેક્ષાથી “રજ' અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ કર્મ, તે જ રકારથી ‘રહસ્ય” અર્થાત્ અંતરાયકર્મ, આ પ્રકારે ચાર ઘાતિ કર્મોને હણવા-ઘાતવા જેમને થયું તે અરિહંત છે. સંસ્કૃતની અપેક્ષા “અહં” એવા પૂજાના અર્થમાં ધાતુ છે તેનો અર્થ “અર્વત્' એવો નિપજે ત્યારે પૂજા યોગ્ય હોય તેને અર્હત્ કહે છે. તે ભવ્ય જીવોથી પૂજ્ય છે. તથા પરમેષ્ઠી કહેવાથી પરમ ઇષ્ટ અર્થાત્ ઉત્કૃષ્ટ પૂજ્ય હોય તેને પરમેષ્ઠી કહેવાય છે. અથવા પરમ જે ઉત્કૃષ્ટ પદમાં તિષ્ઠ (-સ્થિત રહે) તે પરમેષ્ઠી છે. આ પ્રકારે ઇન્દ્રાદિકથી પૂજ્ય અરિહંત પરમેષ્ઠી છે.
સર્વજ્ઞ છે, –ત્રણે લોકાલોક સ્વરૂપ ચરાચર પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ છે. સર્વદર્શી અર્થાત સર્વ પદાર્થોને દેખનારા છે. નિર્મોહી છે-મોહનીય નામના કર્મની મુખ્યપ્રકતિ મિથ્યાત્વ છે તેનાથી રહિત છે. વીતરાગ છે, –જેનો વિશેષરૂપ રાગ દૂર થઈ ગયો છે તે વીતરાગ છે. તેમના ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી (ઉદયવશ) થાય એવા રાગદ્વેષ પણ નથી. ત્રિજગત વંધ છે, -ત્રણે જગતના પ્રાણી તથા તેમના સ્વામી ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તીઓથી વંધ છે. આ પ્રકારે અરિહંત પદને વિશેષ્ય કરીને અને અન્ય પદોને વિશેષણ કરી અર્થ કર્યો છે. સર્વજ્ઞ પદને મુખ્ય (વિશેષ્ય) કરીને અન્ય પદોને વિશેષણ બનાવી આ રીતે પણ અર્થ થાય છે. ત્યાં અરિહંત ભવ્યજીવોથી પૂજ્ય છે આ પ્રકારે વિશેષણ થાય છે.
ચારિત્ર કેવું છે? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર આ ત્રણ આત્માના પરિણામ છે. તેની શુદ્ધતાનું કારણ છે. ચારિત્ર અંગીકાર થતાં સમ્યગ્દર્શનાદિ પરિણામ નિર્દોષ થાય છે. વળી ચારિત્ર કેવું છે? મોક્ષની આરાધનાનું કારણ છે આ પ્રકારે ચારિત્ર છે. તેનું પાહુડ અર્થાત્ (પ્રાભૃત) ગ્રંથને કહીશ. આ પ્રમાણે આચાર્ય મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી છે. ૧-૨
હવે સમ્યગ્દર્શનાદિ ત્રણ ભાવોનું સ્વરૂપ કહે છે:
जं जाणइ तं णाणं जं पेच्छइ तं च दंसणं भणियं। णाणस्स पिच्छियस्स य समवण्णा होइ चारित्तं ।।३।।
यज्जानाति तत् ज्ञानं यत् पश्यति तच्च दर्शनं भणितम्। ज्ञानस्य दर्शनस्य च समापन्नात् भवति चारित्रम्।।३।।
જે જાણવું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે; ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩
અર્થ - જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે એમ કહ્યું છે. જ્ઞાન અને દર્શનના સમાયોગથી ચારિત્ર થાય છે.
૧ સુચારિત = સમ્યફચારિત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com