________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૫
(મુનિ) જ્યાંસુધી રહે ત્યાં સુધી કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થતું નથી. આ બધી ક્રિયાઓને છોડી દઈ, શરીરનું મમત્વ પણ સર્વથા છોડી દઈ ધ્યાનાવસ્થામાં ઊભા રહે અને પોતાના સ્વરૂપમાં લીન થાય ત્યારે પરમ નિર્ચન્થ અવસ્થા થાય છે ને ત્યારે શ્રેણીને પ્રાપ્ત થયેલ મુનિરાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અન્ય ક્રિયા સહિત હોય ત્યાંસુધી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ પ્રકારે નિર્ચન્થપણું તેને મોક્ષમાર્ગ જિનસૂત્રમાં કહ્યો છે.
શ્વેતામ્બર કહે છે કે, ભવસ્થિતિ પૂરી થયેથી બધી અવસ્થાઓમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તો આમ કહેવું મિથ્યા છે. જિનસૂત્રનું આ વચન નથી. શ્વેતામ્બરોએ કલ્પિત સૂત્રો બનાવ્યા છે તેમાં આ લખ્યું હશે. વળી અહીં શ્વેતામ્બર કહે છે કે, જે તમે કહ્યું તે ઉત્સર્ગમાર્ગ છે. અપવાદ માર્ગમાં વસ્ત્રાદિક ઉપકરણ રાખવાનું કહ્યું છે. જેમ તમે ધર્મોપકરણ કહ્યા તેવી રીતે વસ્ત્રાદિક પણ ધર્મોપકરણ છે. જેમ સુધાની બાધા આહારથી મટાડીને સંયમ સાધે છે. તેમ જ ઠંડી આદિની બાધા વસ્ત્રથી મટાડીને સંયમ સાધે છે. તેમાં વિશેષ-તફાવત શું છે? તેમને કહે છે કે, આમાં તો મોટા દોષ આવે છે. કોઈ કહે કે, કામવિકાર ઉત્પન્ન થાય ત્યારે સ્ત્રીસેવન કરે તો એમાં શું વિશેષ છે? માટે, આ પ્રકારે કહેવું યોગ્ય નથી.
સુધાની બાધા તો આહારથી મટાડવી યોગ્ય છે આહાર વિના દેહ અશક્ત બની જાય છે તથા છૂટી જાય તો આપઘાતનો દોષ આવે છે. પરંતુ ઠંડી આદિની બાધા તો અલ્પ છે આ તો જ્ઞાનાભ્યાસ આદિના સાધનથી મટી જાય છે. અપવાદમાર્ગ કહ્યો છે તે તો જેમાં મુનિપદ રહે તેવી ક્રિયા કરે તો અપવાદમાર્ગ છે. પરંતુ જે પરિગ્રહથી તથા જે ક્રિયાથી મુનિપદ ભ્રષ્ટ થઈને ગૃહસ્થની સમાન બની જાય તે તો અપવાદમાર્ગ નથી. દિગ્મબરમુદ્રા ધારણ કરી કમંડલ, પીંછી સહિત આહાર-વિહાર, ઉપદેશાદિકમાં પ્રવર્તે તે અપવાદમાર્ગ છે. અને બધી પ્રવૃત્તિઓ છોડી દઈ ધ્યાનસ્થ બની શુદ્ધોપયોગમાં લીન થઈ જાય તેને ઉત્સર્ગમાર્ગ કહ્યો છે. આ પ્રકારે મુનિપદ પોતાથી સઘાતું ન જાણી શિથિલાચારનું પોષણ શા માટે કરવું? મુનિપદનું સામર્થ્ય ન હોય તો શ્રાવક ધર્મનું જ પાલન કરવું. પરંપરાએ તેનાથી સિદ્ધિ થઈ જશે. જિનસૂત્રની યથાર્થ શ્રદ્ધા રાખવાથી સિદ્ધિ છે. તેના વિના અન્ય ક્રિયા બધી જ સંસારમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી. આ પ્રમાણે જાણવું ૧૮
હવે આનું જ સમર્થન કરે છે:
जस्म परिग्गहगहणं अप्पं बहुयं च हवइ लिंगस्स। सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो।।१९।।
यस्य परिग्रहग्रहणं अल्पं बहुकं च भवति लिंगस्य। स गीः जिनवचने परिग्रह रहितः निरागारः ।। १९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com