________________
૫૪
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
जह जायरूवसरिसो तिलतुसमेत्तं ण गिहदि हत्थेसु । जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम् ।। १८ ।।
यथाजातरूपसदृश: तिलतुषमात्रं न गृह्णाति हस्तयोः ।
यदि लाति अल्पबहुकं ततः पुनः याति निगोदम् ।। १८ ।।
જન્મ્યા પ્રમાણે રૂપ, ‘તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાસ થાય નિગોદને. ૧૮
(અષ્ટપાહુડ
અર્થ:- મુનિ યથાજાતરૂપ છે, જેમ જન્મ થતાં બાળક નગ્નરૂપ હોય છે તેવી જ રીતે નગ્નરૂપ દિગમ્બરમુદ્રાના ધારક છે. તે પોતાના હાથથી તલતુષ માત્ર કાંઈ પણ ગ્રહણ કરતા નથી. અને જો કંઈ થોડું ઘણું લે, ગ્રહણ કરે તો તે મુનિ ગ્રહણ કરવાથી નિગોદમાં જાય છે.
ભાવાર્થ:- યથાજાતરૂપ દિગમ્બર નિગ્રન્થને મુનિ કહે છે. તે આ પ્રમાણે રહીને કંઈ પણ પરિગ્રહ રાખે તો જાણો કે એમનામાં જિનસૂત્રની શ્રદ્ધા નથી, મિથ્યાદષ્ટિ છે. ને મિથ્યાત્વનું ફળ નિગોદ જ છે. કદાચિત્ કંઈ તપશ્ચરણાદિક કરે તો તેનાથી શુભકર્મ બાંધી સ્વર્ગાદિક પામે તોપણ ફરી એકેન્દ્રિય થઈને સંસારમાં જ ભ્રમણ કરે છે.
અહીં પ્રશ્ન છે કે –મુનિને શરીર છે, આહાર કરે છે, કમંડલ-પીંછી-પુસ્તક રાખે છે, તો અહીં તલતુષ માત્ર પણ રાખવાનું કહ્યું નથી તે કેવી રીતે?
તેનું સમાધાન આ છે કે- મિથ્યાત્વ સહિત રાગભાવથી અપનાવીને પોતાના વિષયકષાય પુષ્ટ કરવા માટે રાખે તેને પરિગ્રહ કહે છે. આ નિમિત્તે કંઈ થોડું-ઘણું રાખવાનો નિષેધ કર્યો છે. અને માત્ર સંયમના નિમિત્તનો તો સર્વથા નિષેધ નથી. શરીર તો આયુષ્ય પર્યંત છોડવા ઈચ્છે તોપણ છૂટતું નથી, એનું તો મમત્વ જ છૂટે છે, તેથી તેનો તો નિષેધ કર્યો જ છે. જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી આહાર ન કરે તો સામર્થ્ય જ ન રહે તો સંયમ ન સધાય. તેથી કંઈક યોગ્ય આહાર વિધિપૂર્વક શરીર પ્રત્યે રાગ રહિત થઈને, લઈને શરીરને ટકાવી રાખી સંયમ સાધે છે.
કમંડલ બાહ્ય શૌચનું ઉપકરણ-સાધન છે. જો તે ન રાખે તો મળ-મૂત્રની અશુચિથી પંચપરમેષ્ઠીની ભક્તિ-વંદના કેવી રીતે કરે? અને લોકનિંદા થાય. પીંછી દયાનું ઉપકરણ છે. જો તે ન રાખે તો જીવસહિત ભૂમિ આદિની પ્રતિલેખના (સ્વચ્છતા ) શેનાથી કરે? પુસ્તક જ્ઞાનનું ઉપકરણ છે. જો તે ન રાખે તો પઠનપાઠન કેવી રીતે થાય? આ ઉપકરણોનું રાખવું પણ મમત્વપૂર્વક નથી, તેના પ્રત્યે રાગભાવ નથી. આહાર, વિહાર, પઠન-પાઠનની ક્રિયાયુક્ત
૧ તલતુષમાત્ર=તલના ફોતરા જેટલું પણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com