________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
(અષ્ટપાહુડ
છે. જે નિમિત્તથી અવસ્થા થઈ તે પણ આત્માના જ પરિણામ છે. જે આત્માના પરિણામ છે તે આત્મામાં જ છે માટે કથંચિત્ એને સત્ય પણ કહેવાય છે. પરંતુ જ્યાં સુધી ભેદજ્ઞાન હોતું નથી ત્યાં સુધી જ આ દષ્ટિ છે. ભેદજ્ઞાન થતાં જેવું છે તેવું જ જાણે છે.
જે દ્રવ્યરૂપ પુલકર્મ છે તે આત્માથી ભિન્ન જ છે. તેનાથી શરીર આદિનો સંયોગ છે તે આત્માથી પ્રગટપણે ભિન્ન છે. તેમને આત્માના કહે છે તે વ્યવહાર જાણીતો છે જ, તેને અસત્યાર્થ અથવા ઉપચાર કહે છે. અહીં કર્મના સંયોગજનિત ભાવ છે તે બધા નિમિત્ત આશ્રિત વ્યવહારના વિષયો છે અને ઉપદેશ અપેક્ષાથી એને પ્રયોજનાશ્રિત પણ કહે છે. આ પ્રકારે નિશ્ચય-વ્યવહારનો સંક્ષેપ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં એમ સમજવું કે
આ ત્રણે એક આત્માના જ ભાવ છે. આ પ્રકારે તે સ્વરૂપ આત્માનો જ અનુભવ હોય તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. આમાં પણ જ્યાં સુધી અનુભવની સાક્ષાત્ પૂર્ણતા ન હોય ત્યાં સુધી
એકદેશરૂપ હોય છે. તેને કથંચિત્ સર્વદશરૂપ કહેવું તે વ્યવહાર છે. અને એકદેશ નામથી કહેવું તે નિશ્ચય છે.
દર્શન, જ્ઞાન, ચારિત્રને ભેદરૂપ કહીને મોક્ષમાર્ગ કહીએ તથા તેના બાહ્ય પરદ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નિમિત્ત છે તેમને દર્શન, જ્ઞાન, ચારિત્રના નામથી કહીએ તે વ્યવહાર છે. દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. શાસ્ત્રના જ્ઞાન અર્થાત્ જીવાદિક પદાર્થોના જ્ઞાનને જ્ઞાન કહે છે ઈત્યાદિ. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુણિરૂપ પ્રવૃત્તિને ચારિત્ર કહે છે. બાર પ્રકારના તપને તપ કહે છે. આવા ભેદરૂપ તથા પરદ્રવ્યના આલમ્બનરૂપ પ્રવૃત્તિઓ બધી અધ્યાત્મશાસ્ત્રની અપેક્ષા વ્યવહાર નામથી કહેવાય છે. કેમકે વસ્તુના એક દેશને વસ્તુ કહેવી તે પણ વ્યવહાર છે અને પરદ્રવ્યના અવલમ્બનરૂપ પ્રવૃત્તિને તે વસ્તુના નામથી કહેવી તે પણ વ્યવહાર છે.
અધ્યાત્મશાસ્ત્રમાં આ પ્રકારે પણ વર્ણન છે કે વસ્તુ અનંત ધર્મરૂપ છે. આથી સામાન્યવિશેષરૂપથી તથા દ્રવ્ય-પર્યાયથી વર્ણન કરે છે. ત્યાં દ્રવ્યમાત્ર કહેવું તથા પર્યાયમાત્ર કહેવું એ વ્યવહારનો વિષય છે. દ્રવ્યનો પણ તથા પર્યાયનો પણ નિષેધ કરી વચન અગોચર કહેવું એ નિશ્ચયનયનો વિષય છે. દ્રવ્યરૂપ છે તે જ પર્યાયરૂપ છે આ પ્રકારે બન્નેને પ્રધાન કરીને કહેવું તે પ્રમાણનો વિષય છે. આનું ઉદાહરણ આ પ્રમાણે છે-જેમ જીવને ચૈતન્યરૂપ, નિત્ય, એક, અતિરૂપ ઈત્યાદિ અભેદમાત્ર કહેવું તે તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને જ્ઞાન-દર્શનરૂપ, અનિત્ય, અનેક, નાસ્તિત્વરૂપ ઈત્યાદિ ભેદરૂપ કહેવું તે પર્યાયાર્થિકનયનો વિષય છે. બન્ને જ પ્રકારની પ્રધાનતાના નિષેધમાત્રથી વચન અગોચર કહેવું એ નિશ્ચયનયનો વિષય છે, બન્ને જ પ્રકારને પ્રધાન કરીને કહેવું તે પ્રમાણનો વિષય છે. ઈત્યાદિ.
આ પ્રકારે નિશ્ચય-વ્યવહારનું સામાન્ય અર્થાત્ સંક્ષેપ સ્વરૂપ છે. તેને જાણીને જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com