________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૫
વ્યવહારના બે આશ્રય છે, એક પ્રયોજન, બીજું નિમિત્ત, પ્રયોજન સાધવા માટે કોઈ વસ્તને ઘટ કહેવી તે તો પ્રયોજન આશ્રિત છે અને કોઈ અન્ય વસ્તુના નિમિત્તર અવસ્થા થઈ તેને ઘટરૂપ કહેવી તે નિમિત્ત આશ્રિત છે. આ પ્રકારે વિવક્ષિત સર્વ જીવ-અજીવ વસ્તુઓ પર લગાવવું. એક આત્માને જ પ્રધાન કરીને લગાવવું તે અધ્યાત્મ છે. જીવ સામાન્યને પણ આત્મા કહે છે. જે જીવ પોતાને બધા જીવોથી જુદો અનુભવે તેને પણ આત્મા કહે છે,
જ્યારે પોતાને બધાથી ભિન્ન અનુભવ કરીને, પોતાની ઉપર નિશ્ચય લગાવે ત્યારે આ પ્રમાણે જે પોતે અનાદિ અનંત અવિનાશી બધા અન્ય દ્રવ્યોથી ભિન્ન એક સામાન્ય-વિશેષરૂપ અનંત ધર્માત્મક દ્રવ્ય-પર્યાયાત્મક જીવ નામની શુદ્ધ વસ્તુ છે, તે કેવી છે:
શુદ્ધ દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ અસાધારણ ધર્મસહિત અનંત શક્તિનો ધારક છે. તેમાં સામાન્ય ભેદ ચેતના અનંત શક્તિનો સમૂહુ દ્રવ્ય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ ચેતનાના વિશેષ છે. તે તો ગુણ છે અને અગુરુલઘુ ગુણદ્વારા પસ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ પરિણમન કરતા થકાં જીવની ત્રિકાલાત્મક અનંત પર્યાયો છે. આ પ્રમાણે શદ્ધ જીવ નામની વસ્તુને સર્વજ્ઞ જોઇ તેવી આગમમાં પ્રસિદ્ધ છે. તે તો એક અભેદરૂપ શુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત જીવ છે. આ દષ્ટિથી અનુભવ કરે ત્યારે તો એવો છે અને અનંત ધર્મોમાં ભેદરૂપ કોઈ એક ધર્મને લઈને કહેવું તે વ્યવહાર છે.
આત્મવસ્તુને અનાદિથી જ પુદ્ગલ કર્મનો સંયોગ છે, એના નિમિત્તથી રાગદ્વેષરૂપ વિકારની ઉત્પત્તિ થાય છે. તેને વિભાવ પરિણતિ કહે છે તેનાથી ફરી આગામી કર્મનો બંધ થાય છે. આ રીતે અનાદિ નિમિત્ત-નૈમિત્તિક ભાવ દ્વારા ચતુર્ગતિરૂપ સંસારભ્રમણની પ્રવૃત્તિ થાય છે. જે ગતિને પ્રાપ્ત થાય તેવા જ નામનો જીવ કહેવાય છે. તથા જેવા રાગાદિક ભાવ હોય તેવું નામ કહેવાય છે. જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની બાહ્ય અંતરંગ સામગ્રીના નિમિત્તથી પોતાનાં શુદ્ધસ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયના વિષયસ્વરૂપ પોતાને જાણીને શ્રદ્ધા કરે અને કર્મ-સંયોગથી તથા તેના નિમિત્તથી પોતાને ભાવ થાય છે તેમનું યથાર્થ સ્વરૂપ જાણે ત્યારે ભેદ જ્ઞાન થાય છે, ત્યારે જ પરભાવોથી વિરક્તિ થાય છે. પછી તેમને દૂર કરવાનો ઉપાય સર્વજ્ઞના આગમથી યથાર્થ સમજીને તેને અંગીકાર કરે ત્યારે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ અનંત ચતુય પ્રગટ થાય છે. બધાં કર્મોનો ક્ષય કરીને લોકશિખર પર જઈને વિરાજમાન થઈ જાય ત્યારે સિદ્ધ કે મુક્ત કહેવાય છે.
આ પ્રમાણે જેટલી સંસારની અવસ્થા અને આ મુક્ત અવસ્થા આ પ્રમાણે ભેદરૂપ આત્માનું નિરૂપણ છે, તે પણ વ્યવહારનયનો વિષય છે. એને અધ્યાત્મશાસ્ત્રમાં અભૂતાર્થ – અસત્યાર્થ નામથી કહીને વર્ણન કર્યું છે, કેમકે શુદ્ધ આત્મામાં સંયોગજનિત અવસ્થા હોય તો તે અસત્યાર્થ જ છે. કોઈ શુદ્ધ વસ્તુનો તો આ સ્વભાવ નથી, એટલા માટે અસત્ય જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com