________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४८
(અષ્ટપાહુડ
‘સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે; કરપાત્ર ભોજન રમતમાંય ન યોગ્ય હોય કે સચેલને. ૭
અર્થ -જેને સૂત્રનો અર્થ અને પદ નાશ પામ્યા છે તે પ્રગટ મિથ્યાદષ્ટિ છે. તેથી જે મુનિ સચેલ છે-વસ્ત્ર સહિત છે તે “વેકે ' અર્થાત્ હાસ્ય કુતૂહલમાં પણ પાણિપાત્ર અર્થાત્ હાથરૂપી પાત્રમાં આહારદાન આપવું નહિ.
ભાવાર્થ:સૂત્રમાં મુનિનું રૂપ નગ્ન દિગમ્બર કહ્યું છે. જેને આવા સૂત્રના અર્થ તથા અક્ષરરૂપ પદ નાશ પામ્યા છે અને પોતે વસ્ત્ર ધારણ કરીને મુનિ કહેવડાવે છે તે જિન આજ્ઞાથી ભ્રષ્ટ થયેલ પ્રગટ મિથ્યાષ્ટિ છે. તેથી વસ્ત્રસહિતને હાસ્ય કૂતુહલથી પણ આહારદાન ન આપવું તથા આ પ્રકારે પણ અર્થ થાય છે કે આવા મિથ્યાષ્ટિ એ હુસ્તરૂપી પાત્રમાં આહારલેવો યોગ્ય નથી. આવો વેષ હાસ્ય કૂતુહલથી પણ ધારણ કરવો યોગ્ય નથી કે વસ્ત્ર સહિત રહેવું અને હસ્તપાત્રમાં ભોજન કરવું. આ પ્રકારની તો રમતમાત્ર પણ કરવી જોઈએ નહિ. ૭ હવે કહે છે કે જિનસૂત્રથી ભ્રષ્ટ હરિ-હરાદિક જેવો હોય તો પણ મોક્ષ પામતો નથી:
हरिहरतुल्लो वि णरो, सग्गं गच्छेइ एइ भवकोडी। तइ वि ण पावइ सिद्धिं संसारत्थो पुणो भणिदो।।८।। हरिहरतुल्योऽपि नरः स्वर्गं गच्छति एति भवकोटिः। तथापि न प्राप्नोति सिद्धिं संसारस्थः पुनः भणितः।।८।। હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે, પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિત-આગમ કહે. ૮
અર્થ - જે મનુષ્ય સૂત્રના અર્થ-પદવી ભ્રષ્ટ છે તે હરિ અર્થાત્ નારાયણ, હર અર્થાત્ રૂદ્ર એમના સમાન હોય, અનેક ઋધ્ધિવાળો હોય, તો પણ સિદ્ધિ અર્થાત્ મોક્ષ પામતો નથી. જે કદાચિત દાન પૂજાદિ કરીને પુણ્ય ઉપજાવીને સ્વર્ગે ચાલ્યો જાય તો પણ ત્યાંથી ચ્યવીને કરોડો ભવ ધારણ કરી સંસારમાં જ રહે છે. આ પ્રકારે જિનાગમમાં કહ્યું છે.
ભાવાર્થ - શ્વેતામ્બરાદિક આ પ્રકારે કહે છે કે- ગૃહસ્થ આદિ વસ્ત્ર સહિતને પણ મોક્ષ હોય છે આ પ્રમાણે સૂત્રમાં કહ્યું છે, તેનો આ ગાથામાં નિષેધનો આશય છે કે- નારાયણ અને રૂદ્રાદિ મોટા સામર્થ્યના ધારણ કરનાર છે તો પણ વસ્ત્ર સહિત તો મોક્ષ પામતા નથી. શ્વેતામ્બરો એકલ્પિત સૂત્ર બનાવ્યા છે. તેમાં આ લખ્યું છે તે પ્રમાણભૂત નથી. તે શ્વેતામ્બર જિનસૂત્રના અર્થ-પદથી વ્યુત થઈ ગયા છે, એમ જાણવું જોઈએ. ૮
૧ સૂત્રાર્થ સૂત્રોના અર્થો અને પદો. ૨ કરપાત્ર ભોજન હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે. ૨. સચેલ=વસ્ત્ર સહિત. ૩ હરિ=નારાયણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com