________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૧
અર્થ:- જ્યાં બાહ્યાભ્યતર ભેદથી બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય અને મનવચન-કાય એવા ત્રણે યોગોમાં સંયમ હોય તથા કૃત, કારિત, અનુમોદના એવા ત્રણે કરણ જેમાં શુદ્ધ હોય તેવું જ્ઞાન હોય તથા નિર્દોષ-જેમાં કૃત, કારિત, અનુમોદના પોતાને ન લાગે એવું-ઊભા રહી હાથ રૂપી પાત્રમાં આહાર કરે, આવું જ્યાં હોય તેને મૂર્તિમંત દર્શન હોય છે.
ભાવાર્થ- અહીં દર્શન અર્થાત્ મત છે; ત્યાં બાહ્ય વેશ શુદ્ધ જણાય તે દર્શન; તે જ તેનો અંતરંગ ભાવ બતાવે છે. ત્યાં બાહ્ય પરિગ્રહુ અર્થાત્ ધનધાન્યાદિક અને અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ-કપાયાદિ, તે જ્યાં ન હોય, યથાજાત દિગમ્બરમૂર્તિ હોય, તથા ઈન્દ્રિયમનને વશમાં રાખતા હોય, ત્રસ, સ્થાવર જીવોની દયા પાળતાં હોય, એવા સંયમનું મન-વચન-કાય દ્વારા શુદ્ધ પાલન કરતા હોય અને જ્ઞાનમાં વિકાર કરવો, કરાવવો અનુમોદના કરવી એવા ત્રણ કારણોથી વિકાર ન હોય અને નિર્દોષ હાથરૂપી પાત્રમાં ઊભા રહી આહાર લેતા હોય આ પ્રકારે દર્શનની મૂર્તિ હોય તે જિનદેવનો મત છે. તે જ વંદન-પૂજનને યોગ્ય છે, બીજા પાખંડ વેષ વંદન-પૂજા યોગ્ય નથી. ૧૪
આગળ કહે છે કે આ સમ્યગ્દર્શનથી જ કલ્યાણ-અકલ્યાણનો નિશ્ચય થાય છે:
सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी। उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि।। १५ ।।
सम्यक्त्वात् ज्ञानं ज्ञानात् सर्वभावोपलब्धिः। उपलब्धपदार्थे पुनः श्रेयोऽश्रेयो विजानाति।।१५।।
સમ્યકત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. ૧૫
અર્થ:- સમ્યકત્વથી તો જ્ઞાન સમ્યફ થાય છે, તથા સમ્યકજ્ઞાનથી સર્વ પદાર્થોની ઉપલબ્ધિ અર્થાત્ પ્રાપ્તિ અર્થાત્ જાણવાનું થાય છે. તથા પદાર્થોને જાણવાથી શ્રેય અર્થાત્ કલ્યાણ ને અશ્રેય અર્થાત્ અકલ્યાણ આ બન્ને જાણવામાં આવે છે.
ભાવાર્થ- સમ્યગ્દર્શન વિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે. તેથી સમ્યગ્દર્શન થયા પછી જ સમ્યજ્ઞાન થાય છે અને સમ્યજ્ઞાનથી જીવાદિ પદાર્થોનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com