________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
*जं सक्कइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं। केवलिजिणेहिं भणियं सद्दहमाणस्स सम्मत्तं ।। २२।।
यत् शक्नोति तत् क्रियते यत् च न शक्नुयात् तस्य च श्रद्धानम्। केवलिजिनैः भणितं श्रद्धानस्य सम्यक्त्वम्।।२२।।
થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું; સમ્યકત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨
અર્થ - જે કરવામાં સમર્થ છે તે તો કરે અને જે કરવામાં સમર્થ નથી તે શ્રદ્ધાન કરે; કેમકે કેવળી ભગવાને શ્રદ્ધાન કરવાવાળાને સમ્યકત્વ કહ્યું છે.
ભાવાર્થ- અહીં આશય એવો છે કે જો કોઈ કહે છે કે સમ્યકત્વ થયા પછી તો બધા પદ્રવ્ય-સંસારને હેય જાણે છે. જેને હેય જાણે તેને છોડી મુનિવ્રત ધારણ કરી ચારિત્રનું પાલન કરે ત્યારે સમ્યકત્વી મનાય: આના સમાધાન રૂપ આ ગાથા છે. જેણે બધા પરદ્રવ્યને ય જાણીને નિજ સ્વરૂપને ઉપાદેય જાણું, શ્રદ્ધાન કર્યું ત્યારે મિથ્યાભાવ દૂર થયો પરંતુ જ્યાં સુધી (ચારિત્રમાં પ્રબળ દોષ છે ત્યાં સુધી) ચારિત્ર મોહકર્મનો ઉદય પ્રબળ હોય છે (અને) ત્યાં સુધી ચારિત્ર અંગીકાર કરવાનું સામર્થ્ય હોતું નથી. જેટલું સામર્થ્ય છે એટલું તે કરે અને બાકીનું શ્રદ્ધાન કરે, આ પ્રકારે શ્રદ્ધાન કરવાવાળાને જ ભગવાને સમ્યકત્વ કહ્યું છે.
હવે કહે છે કે જે આવા દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે તેઓ વંદન કરવા યોગ્ય છે:
दंसणणाणचरित्ते तवविणये णिच्चकालसुपसत्था। ए दे दु वंदणीया जे गुणवादी गुणधराणं ।। २३।।
दर्शनज्ञानचारित्रे तपोविनये नित्यकाल सुप्रस्वस्थाः। ऐ ते तु वन्दनीया ये गुणवादिनः गुणधराणाम्।।२३।।
દંગ, જ્ઞાન ને ચારિત્ર, તપ, વિનયે સદાય સુનિષ્ઠ જે, તે જીવ વદન યોગ્ય છે - ગુણધર તણા ગુણવાદી જે. ૨૩
અર્થ- દર્શન-જ્ઞાન-ચારિત્ર, તપ તથા વિનય આ સર્વેમાં જે સારી રીતે સ્થિત છે તેઓ પ્રશંસનીય છે, આદરણીય છે અથવા સારી રીતે સ્વસ્થ છે, લીન છે અને ગણધર
* નિયમસાર ગાથા ૧૫૪ ૧. સુનિષ્ઠ = સુસ્થિત. ૨. ગુણધર = ગુણના ધરનારા. ૩. ગુણવાદી = ગુણને પ્રકાશનારા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com