________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૩૭
હવે કહે છે કે જે આ પ્રકારે સૂત્રનો અર્થ આચાર્યોની પરંપરાથી પ્રવર્તે છે તેને જાણીને મોક્ષમાર્ગને સાધે છે તે ભવ્ય છે:
सुत्तम्मि जं सुदिट्ठ आइरियपरंपरेण मग्गेण। णाऊण दुविह सुत्तं वट्टदि सिवमग्गे जो भव्वो।।२।।
सूत्रे यत् सुदृष्टं आचार्यपरंपरेण मार्गेण। ज्ञात्वा द्विविधं सूत्रं वर्त्तते शिवमार्गे यः भव्यः ।।२।। સૂત્રે સુદર્શિત જેહ, તે સૂરિગણપરંપર માર્ગથી જાણી ‘દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨
અર્થ- સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં જે કંઈ સારી રીતે કહ્યું છે તેને આચાર્યોની પરંપરારૂપ માર્ગથી બે પ્રકારના સૂત્રને શબ્દમય અને અર્થમય જાણીને મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તે ભવ્યજીવ છે, મોક્ષ પામવા યોગ્ય છે.
ભાવાર્થ:- અહીં કોઈ કહે કે-અરહંત દ્વારા ભાષિત અને ગણધરદેવોએ ગૂંથેલા સૂત્રો તો દ્વાદશાંગરૂપ છે. તે તો આ કાળમાં જોવા મળતા નથી. ત્યારે પરમાર્થરૂપ મોક્ષમાર્ગ કે સખાય? એનું સમાધાન કરવા માટે આ ગાથા છે. –અરહંત ભાષિત, ગણધરરચિત સૂત્રોમાં જે ઉપદેશ છે તેને આચાર્યોની પરંપરાથી જાણે છે, તેને શબ્દ અને અર્થ દ્વારા જાણીને જે મોક્ષમાર્ગને સાધે છે તે મોક્ષ પામવા યોગ્ય ભવ્ય છે. અહીં ફરીને કોઈ પૂછે કે-આચાર્યોની પરમ્પરા શું છે? અન્ય ગ્રન્થોમાં આચાર્યોની પરમ્પરા કહી છે તે નીચે પ્રમાણે છે:
શ્રી વર્ધમાન તીર્થકર સર્વજ્ઞદેવ પછી ત્રણ કેવળજ્ઞાની થયા :- ૧ ગૌતમ, ૨ સુધર્મ, ૩ જબ્બે. તેમના પછી પાંચ શ્રુતકેવળી થયા :- તેઓને દ્વાદશાંગ સૂત્રોનું જ્ઞાન હતું. ૧ વિષ્ણુ, ૨ નંદિમિત્ર, ૩ અપરાજિત, ૪ ગૌવર્ધન, ૫ ભદ્રબાહુ. તેમના પછી દસપૂર્વના જ્ઞાતા અગિયાર થયા; ૧ વિશાખ, ૨ પ્રૌષ્ઠિલ, ૩ ક્ષત્રિય, ૪ જયસેન, ૫ નાગસેન, ૬ સિદ્ધાર્થ, ૭ ધૃતિષેણ, ૮ વિશે ૯ બુદ્ધિલ, ૧૦ ગંગદેવ, ૧૧ ધર્મસેન, તેમના પછી અગિયાર અંગ (ધારી) પાંચ આચાર્યો થયાઃ ૧ નક્ષત્ર, ૨ જયપાલ, ૩ પાંડુ, ૪ ધ્રુવસેન, ૫ કંસ. તેમના પછી એક અંગધારી ચાર (આચાર્ય) થયા. ૧ સુભદ્ર, ૨ યશોભદ્ર, ૩ ભદ્રબાહુ, ૪ લોહાચાર્ય. તેમના પછી એક અંગના પૂર્ણ જ્ઞાનીનો બુચ્છિતિ (અભાવ) થઈ, અને અંગના એકદેશ અર્થના જ્ઞાતા આચાર્યે થયા. તેમનામાંથી કેટલાકના નામ આ પ્રમાણે છે :- અઠુંબલિ, માધનંદિ, ધરસેન, પુષ્પદંત,
૧. સુદર્શિત = સારી રીતે દર્શાવવામાં–કહેવામાં આવેલું. ૨. સુરિગણપરંપર માર્ગ = આચાર્યોની પરંપરામય માર્ગ. ૩. દ્વિધા = (શબ્દથી અને અર્થથી–એમ) બે પ્રકારે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com