________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૪૧
બીજગણિતનું તથા મોક્ષનું સ્વરૂપ તથા મોક્ષના કારણભૂત કિયાનું સ્વરૂપ ઈત્યાદિનું વર્ણન છે. તેના પદ બાર કરોડ પચાસ લાખ છે. આવા ચૌદ પૂવે છે. એના બધા પદ મળીન પચાણ કરોડ પચાસ લાખ છે.
બારમાં અંગનો પાંચમો ભેદ ચૂલિકા છે. એનાં પાંચ ભેદ છે. તેના પદ (દરેકના) બે કરોડ નવ લાખ નેવ્યાસી હજાર બસો છે. તેનો ૧) પ્રથમ ભેદ જલગતા ચૂલિકામાં જલનું સ્તંભન કરવું, જલમાં ચાલવું, અગ્નિગતા ચૂલિકામાં અગ્નિ સ્તંભન કરવી, અગ્નિમાં પ્રવેશ કરવો, અગ્નિનું ભક્ષણ કરવું ઈત્યાદિના કારણભૂત મંત્ર, તંત્રાદિકની પ્રરૂપણા છે. તેનાં પદ બે કરોડ નવ લાખ નેવ્યાસી હજાર બસો છે. આટલાં આટલાં જ પદ અન્ય ચાર ચૂલિકાના જાણવાં. ૨) બીજો ભેદ સ્થળગતા ચૂલિકા છે. તેમાં મેરુપર્વત, ભૂમિ ઈત્યાદિમાં પ્રવેશ કરવો, શીધ્ર ગમન કરવું ઈત્યાદિ ક્રિયાના કારણરૂપ મંત્ર, તંત્ર, તપશ્ચરણ આદિની પ્રરૂપણા છે.
૩) ત્રીજો ભેદ માયાગતા ચૂલિકા છે, તેમાં માયામયી ઈન્દ્રજાલ વિક્રિયાના કારણભૂત મંત્ર, તંત્ર, તપશ્ચરણાદિકની પ્રરૂપણા છે. ૪) ચોથો ભેદ રૂપગતા ચૂલિકા છે. તેમાં સિંહ, હાથી, ઘોડા, બળદ, હરણ ઈત્યાદિ અનેક પ્રકારના રૂપ બનાવી લેવાના કારણભૂત મંત્ર, તંત્ર, તપશ્ચરણ
ની પ્રરૂપણા છે, તથા ચિત્રામ, કાષ્ઠલપાદિકના લક્ષણનું વર્ણન છે. અને ધાતુ રસાયણનું નિરૂપણ છે. ૫) પાંચમો ભેદ આકાશગતા ચૂલિકા છે. તેમાં આકાશમાં ગમનાદિકના કારણભૂત મંત્ર, તંત્ર, તંત્રાદિકની પ્રરૂપણા છે. આવું બારમું અંગ છે. આ પ્રકારે બાર અંગ સૂત્રો છે.
અંગબાહ્ય શ્રુતના ચૌદ પ્રકીર્ણક છે. ૧) પ્રથમ પ્રકીર્ણક સામયિક નામનું છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી છ પ્રકાર ઈત્યાદિ સામાયિકનું વિશેષરૂપથી વર્ણન છે. ૨) બીજું ચતુર્વિશતિસ્તવ નામનું પ્રકીર્ણક છે. તેમાં ચોવીસ તીર્થકરોની મહિમાનું વર્ણન છે. ૩) ત્રીજું વંદના નામનું પ્રકીર્ણક છે. તેમાં એક તીર્થકરના આશ્રયે વંદના સ્તુતિનું વર્ણન છે. ૪)ચોથું પ્રતિક્રમણ નામનું પ્રકીર્ણક છે. તેમાં સાત પ્રકારના પ્રતિક્રમણનું વર્ણન છે. ૧) પાચમું વૈયિક નામનું પ્રકીર્ણક છે. તેમાં પાંચ પ્રકારના વિનયનું વર્ણન છે.-) છઠ્ઠ કૃતિકર્મ નામનું પ્રકીર્ણક છે. તેમાં અરિહંત આદિની વંદનાની ક્રિયાનું વર્ણન છે. ૭) સાતમું દશવૈકાલિક નામનું પ્રકીર્ણક છે. તેમાં મુનિના આચાર, આહારની શુદ્ધતા આદિનું વર્ણન છે. ૮) આઠમું ઉત્તરાધ્યયન નામનું પ્રકીર્ણક છે. તેમાં પરીષહઉપસર્ગને સહન કરવાના વિધાનનું વર્ણન છે.
૯) નવમું કલ્પવ્યવહાર નામનું પ્રકીર્ણક છે. તેમાં મુનિને યોગ્ય આચરણ અને અયોગ્ય સેવનના પ્રાયશ્ચિતનું વર્ણન છે. ૧૦) દસમું કલ્પાકલ્પ નામનું પ્રકીર્ણક છે. તેમાં મુનિને આ યોગ્ય છે, આ અયોગ્ય છે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ વર્ણન છે. ૧૧) અગિયારમું મહાકલ્પ નામનું પ્રકીર્ણક છે. તેમાં જિનકલ્પી મુનિના પ્રતિમાયોગ, ત્રિકાલયોગનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com