________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૫
હવે વ્યવહાર અને નિશ્ચયના ભેદથી સમ્યકત્વના બે પ્રકાર કહે છે -
जीवादीसद्दहणं सम्मत्तं जिणवरेहिं पण्णत्तं। ववहारा णिच्छयदो अप्पाणं हवइ सम्मत्तं ।। २०।।
जीवादीनां श्रद्धानं सम्यक्तत्वं जिनवरैः प्रज्ञप्तम्। व्यवहारात् निश्चयतः आत्मैव भवति सम्यक्त्वम्।।२०।।
જીવાદિના શ્રદ્ધાનને સમ્યકત્વ ભાખ્યું છે જિને; વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યકત્વ છે. ૨૦
અર્થ - જિન ભગવાને જીવ આદિ પદાર્થોના શ્રદ્ધાનને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે અને પોતાના આત્માના જ શ્રદ્ધાનને નિશ્ચય સમ્યકત્વ કહ્યું છે.
ભાવાર્થ:- તત્ત્વાર્થનું શ્રદ્ધાન વ્યવહારથી સમ્યકત્વ છે અને પોતાના આત્મસ્વરૂપના અનુભવ દ્વારા તેની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, આચરણ તે નિશ્ચયથી સમ્યકત્વ છે. આ સમ્યકત્વ આત્માથી ભિન્ન વસ્તુ નથી, આત્માનું જ પરિણામ છે, તે આત્મા જ છે. આવું સમ્યકત્વ અને આત્મા એક જ વસ્તુ છે. આ નિશ્ચયનો આશય જાણવો. ૨૦
હવે કહે છે કે- આ સમ્યગ્દર્શન જ સર્વ ગુણોમાં સાર છે, તેને ધારણ કરો:
एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण। सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स।।२१।।
एवं जिनप्रणीतं दर्शनरत्नं धरत भावेन। सारं गुणरत्नत्रये सोपानं प्रथमं मोक्षस्य ।। २१ ।। એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે, ગુણ રત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે. ૨૧
અર્થ:- આવું આગળ જણાવ્યા પ્રમાણે જિનેશ્વર દેવનું કહેલ દર્શન છે, તે ગુણોમાં અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ રત્નોમાં સાર છે-ઉત્તમ છે અને મોક્ષ મન્દિરમાં ચઢવા માટે પહેલું પગથિયું છે, આથી આચાર્ય કહે છે કે-હું ભવ્ય જીવો! તમે આને અંતરંગ ભાવથી ધારણ કરો, બાહ્ય ક્રિયાદિકથી ધારણ કરવું તે પરમાર્થ નથી, અંતરંગની રુચિથી ધારણ કરવું તે મોક્ષનું કારણ છે. ૨૧
હવે કહે છે કે જે શ્રદ્ધાન કરે છે તેને જ સમ્યકત્વ હોય છે -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com