________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૨૩
અર્થ:- આ જિનવચન છે તે ઔષધિ છે, તે કેવી ઔષધિ છે? કે ઇન્દ્રિયવિષયોમાં જે સુખ માન્યું છે તેનું વિરેચન અર્થાત દૂર કરવાવાળાં છે. તથા કેવા છે? અમૃતભૂત અર્થાત્ અમૃત સમાન છે અને તેથી જરા મરણરૂપ રોગનો, તથા સર્વ દુઃખોનો ક્ષય કરવાવાળાં છે.
ભાવાર્થ- આ સંસારમાં પ્રાણી વિષય સુખોનું સેવન કરે છે. જેનાથી કર્મ બંધાય છે અને તેથી જન્મ–જરા-મરણરૂપ રોગોથી પીડાય છે; ત્યાં જિનવચનરૂપી ઔષધિ એવી છે કે જે વિષય સુખોથી અરુચિ ઉત્પન્ન કરી તેમનું વિરેચન કરે છે. જેવી રીતે ભારે આહારથી જ્યારે મળ વધે છે ત્યારે તાવ આદિ રોગ ઉત્પન્ન થાય છે ત્યારે રોગીને રેચ માટે હરડે આદિ ઔષદિ ઉપકારી થાય છે તેવી જ રીતે જિનવચન ઉપકારી થાય છે. તે વિષયોથી વૈરાગ્ય થવાથી કર્મબંધ થતો નથી અને ત્યારે જન્મ–જરા-મરણ રોગ થતો નથી તથા સંસારના દુઃખનો અભાવ થાય છે. આ રીતે જિનવચનને અમૃત સમાન માની અંગીકાર કરવાં. ૧૭
હવે જિનવચનમાં દર્શનના લિંગ અથવા વેષ કેટલા પ્રકારના કહ્યા છે તે કહે છે:
एगं जिणस्स रुवं विदियं उक्किट्ठसावयाणं तु। अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंगदंसणं णत्थि।।१८।।
एकं जिनस्य रुपं द्वितीयं उत्कृष्ट श्रावकाणां तु। अवरस्थितानां तृतीयं चतुर्थं पुन: लिंगदर्शनं नास्ति।।१८।।
છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮
અર્થ:- દર્શનમાં એક તો જિનનું સ્વરૂપ છે; ત્યાં જેવું લિંગ જિનદેવે ધારણ કર્યું તે જ લિંગ છે; બીજું ઉત્કૃષ્ટ શ્રાવકોનું લિંગ છે અને ત્રીજું “અવરસ્થિત” અર્થાત્ જઘન્ય પદમાં સ્થિત એવી આર્થિકાઓનું લિંગ છે. તથા ચોથું લિંગ દર્શનમાં છે જ નહિ.
ભાવાર્થ - જિનમતમાં ત્રણ લિંગ અર્થાત વેષ કહેલ છે. એક તો તે છે કે જે થયાજાતરૂપ જિનદેવે ધારણ કર્યો છે; તથા બીજો અગિયારમી પ્રતિમાના ધારક ઉત્કૃષ્ટ શ્રાવકનો છે અને ત્રીજો સ્ત્રી આર્થિકા હોય તેનો છે. એના સિવાય ચોથો અન્ય પ્રકારનો વેષ જિનમતમાં છે નહિ. જે માને છે તે મૂલસંઘની બહાર છે. ૧૮
૧ જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિનું યથાજાતરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com