________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- જે યથાજાતરૂપને જોઈને-અણિમાદિક ઋદ્ધિઓને ધારક દેવો પણ જેમના ચરણોમાં ઢળી પડે છે તેમને જોઈને-જે ઈર્ષાભાવથી નમસ્કાર કરતા નથી તેમનામાં સમ્યકત્વ કેવું? તેઓ સમ્યકત્વથી રહિત જ છે. ૨૫
હવે કહે છે કે-અસંયમી વંદન યોગ્ય નથી:
अस्संजदं ण वन्दे वत्थविहीणोवि तो ण वंदिज्ज। दोण्णि वि होंति समाणा एगो वि ण संजदो होदि।। २६ ।।
असंयतं न वन्देत वस्त्रविहीनोऽपि स न वन्द्यते। द्वौ अपि भवतः समानौ एक: अपि न संयतः भवति।।२६ ।।
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંધ તે; બન્ને સમાનપણું ધરે, એકકે ન સંયમવંત છે. ૨
અર્થ:- અસંયમીને નમસ્કાર નહિ કરવા જોઈએ. ભાવસંયમ ન હોય અને બાહ્યમાં વસ્ત્રરહિત હોય તે પણ વંદન યોગ્ય નથી. કેમકે આ બન્ને જ સંયમ રહિત સમાન છે. તેઓમાં એકપણ સંયમી નથી.
ભાવાર્થ- જેણે ગૃહસ્થનો વેષ ધારણ કર્યો છે તે તો અસંયમી છે જ, પરંતુ જેણે બાહ્યમાં નગ્નરૂપ ધારણ કર્યું છે અને અંતરંગમાં ભાવસંયમ નથી તો તે પણ અસંયમી જ છે. આથી આ બન્ને જ અસંયમી છે. માટે બન્ને જ વંદન કરવા યોગ્ય નથી. અહીં આશય એવો છે કે અર્થાત્ એવું નહિ માનવું જોઈએ કે જે આચાર્ય યથાજાત રૂપને દર્શન કહેતા આવ્યા છે તે કેવળ નગ્ન રૂપ જ યથાજાતરૂપ હશે, કેમકે આચાર્ય તો બાહ્ય અભ્યતર સર્વ પરિગ્રહ રહિત હોય તેને યથાકાત રૂપ કહે છે. અભ્યતર ભાવ સંયમ વિના બાહ્ય નગ્ન હોવાથી તો કંઈ સંયમી થવાતું નથી એમ જાણવું.
અહીં કોઈ પૂછે કે બાહ્ય વેશ શુદ્ધ હોય નિર્દોષ આચાર પાલન કરવાવાળાના અભ્યતર ભાવમાં કપટ હોય તો તેનો નિર્ણય કેવી રીતે થાય ? તથા સૂક્ષ્મભાવ તો કેવળીગમ્ય છે. મિથ્યાત્વ હોય તો તેનો નિશ્ચય કેવી રીતે થાય? નિશ્ચય વિના વંદનની શું રીત હોય?
તેનું સમાધાનઃ- એવા કપટનો જ્યાં સુધી નિશ્ચય ન હોય ત્યાં સુધી આચાર શુદ્ધ દેખીને વંદન કરે તેમાં દોષ નથી, અને કપટનો કોઈ કારણથી નિશ્ચય થઈ જાય ત્યારે વંદન ન કરે. કેવળીગમ્ય મિથ્યાત્વની વ્યવહારમાં ચર્ચા નથી. છદ્મસ્થના જ્ઞાનગમ્યની ચર્ચા છે. જે પોતાના જ્ઞાનનો વિષય જ નથી તેનો બાધ કે નિબંધ કરવાનો વ્યવહાર નથી. સર્વજ્ઞ ભગવાનની પણ આ જ આજ્ઞા છે. વ્યવહારી જીવને વ્યવહારનું જ શરણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com