________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
(અષ્ટપાહુડ
હવે કહે છે કે આવું બાહ્ય લિંગ હોય તેને અંતરંગ શ્રદ્ધાન પણ એવું જ હોય છે અને તે સમ્યગ્દષ્ટિ છે:
छह दव्व णव पयत्था पंचत्थी सत्त तच्च णिहिट्ठा। सद्दहइ ताण रुवं सो सद्दिट्ठी मुणेयव्यो।। १९ ।।
षट् द्रव्याणि नव पदार्थाः पंचास्तिकायाः सप्ततत्त्वानि निर्दष्टिानि। શ્રદ્ધાતિ તેષાં રુપે સ: સદદિ: જ્ઞાતવ્ય: $$ા
પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે, શ્રદ્ધ સ્વરૂપો તેમનાં જાણો સુદૃષ્ટિ તેહને. ૧૯
અર્થ - છ દ્રવ્ય, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ-આ જિનવચનમાં કહ્યાં છે. તેમના સ્વરૂપની જે શ્રદ્ધા કરે તેને સમ્યગ્દષ્ટિ જાણવો.
ભાવાર્થ - (જાતિ અપેક્ષાએ છ દ્રવ્યોનાં નામ) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-આ તો છ દ્રવ્ય છે; તથા જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ અને પુણ્ય, પાપ-આ નવ તત્ત્વ અર્થાત્ નવ પદાર્થ છે. છ દ્રવ્ય કાળ વિના પંચાસ્તિકાય છે. પુણપાપ વિના નવ પદાર્થ સાત તત્વ છે. એમનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રકારે છે.
જીવ તો ચેતના સ્વરૂપ છે અને ચેતના દર્શન-જ્ઞાનમયી છે; પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ગુણ સહિત મૂર્તિક છે, તેના પરમાણુ અને સ્કંધ બે ભેદ છે; સ્કંધના ભેદ શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂલ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, તાપ, પ્રકાશ, ઇત્યાદિ અનેક પ્રકાર છે; ધર્મદ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય એ એક-એક છે, અમૂર્તિક છે, નિષ્ક્રિય છે. કાલાણુ અસંખ્યાત દ્રવ્ય છે. કાળને છોડીને પાંચ દ્રવ્યો બહુ પ્રદેશી છે, આથી અસ્તિકાય પાંચ છે. કાલ દ્રવ્ય બહુ પ્રદેશી નથી તેથી તે અસ્તિકાય નથી; ઇત્યાદિક તેમનું સ્વરૂપ તત્ત્વાર્થ સૂત્રની ટીકાથી જાણવું. જીવ પદાર્થ એક છે અને અજીવ પદાર્થ પાંચ છે; જીવને કર્મબન્ધ યોગ્ય પુદ્ગલોનું આવવું તે આસ્રવ છે, કર્મોનું બંધાવું તે બંધ છે, આમ્રવનું અટકવું તે સંવર છે, કર્મબંધનું છૂટી જવું તે નિર્જરા છે, સંપૂર્ણ કર્મોનો નાશ થવો તે મોક્ષ છે, જીવોને સુખનું નિમિત્ત પુણ્ય છે અને દુઃખનું નિમિત્ત પાપ છે; આવાં સાત તત્ત્વ અને નવ પદાર્થ છે. એમનું આગમ અનુસાર સ્વરૂપ જાણીને શ્રદ્ધાન કરવાવાળા સમ્યગ્દષ્ટિ હોય છે ૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com