________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
શ્રદ્ધાન અને ભેદવિજ્ઞાનથી આત્મસ્વરૂપનું અનુભવન-આવા દર્શન-મતથી બાહ્ય છે તે મૂળવિનષ્ટ છે, તેમને સિદ્ધિ થતી નથી. તેઓ મોક્ષફળને પ્રાપ્ત કરતા નથી. ૧૦
હવે કહે છે કે જિન દર્શન જ મૂળ મોક્ષમાર્ગ છે:
जह मूलाओ खंधो साहापरिवार बहु गुणो होइ। तह जिणदंसण मूलो णिहिट्ठो मोक्खमग्गस्स।।११।।
यथा मूलात् स्कंधः शाखापरिवारः बहुगुणः भवति। तथा जिनदर्शनं मूलं निर्दिष्टं मोक्षमार्गस्य।।११।।
જ્યમ મૂળ દ્વારા સ્કંધ ને શાખાદિ બહુ ગુણ થાય છે, ત્યમ મોક્ષપથનું મૂળ જિનદર્શન કહ્યું જિનશાસને. ૧૧
અર્થ - જે પ્રકારે વૃક્ષના મૂળથી થડ થાય છે; થડ કેવું હોય છે કે જેમને ડાળીઓ વગેરે પરિવાર સાથે ઘણાં ગુણ છે. અહીં “ગુણ” શબ્દ ઘણાંનો વાચક છે; તે પ્રકારે ગણધર દેવાદિ જિનદર્શનને મોક્ષમાર્ગનું મૂળ કહ્યું છે.
ભાવાર્થ- અહીં જિનદર્શન અર્થાત તીર્થંકર પરમદેવે જે દર્શન ગ્રહણ કર્યું તેનો જ ઉપદેશ આપ્યો છે તે મૂલસંઘ છે, તે અઠ્ઠાવીસ મૂળગુણ સહિત કહ્યો છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, છ આવશ્યક, પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખવી, સ્નાન ન કરવું, ભૂમિશિયન, વસ્ત્રાદિનો ત્યાગ અર્થાત દિગમ્બર મુદ્રા, કેશલોચ કરવો, એ વખત ભોજન કરવું, ઊભા ઊભા આહાર લેવો, દાતણ ન કરવું-આ અઠ્ઠાવીસ મૂલગુણ છે. તથા છેતાલીસ દોષ ટાળીને આહાર કરવો તે એષણા સમિતિમાં આવી ગયું. ઈર્યા પથ-નીચે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિમાં આવી ગયું. તથા દયાનું ઉપકરણ મોરની પીંછી અને શૌચનું ઉપકરણ કમંડળ ધારણ કરવું-એવો બાહ્ય વેષ હોય છે. તથા અંતરંગમાં જીવાદિમાં છ દ્રવ્યો, પંચાસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થોને યથોક્ત જાણીને શ્રદ્ધા કરવી અને ભેદવિજ્ઞાન દ્વારા પોતાના આત્મસ્વરૂપનું ચિંતન કરવું. અનુભવ કરવો- આવું દર્શન અથવા મત તે મૂલસંઘનો છે. આવું જિનદર્શન છે તે મોક્ષમાર્ગનું મૂળ છે; આ મૂળથી મોક્ષમાર્ગની સર્વે પ્રવૃત્તિ સફળ થાય છે. તથા જે આનાથી ભ્રષ્ટ થયા છે તે આ પંચમ કાળના દોષથી જૈનાભાસી થયા છે તે શ્વેતામ્બર, દ્રાવિડ, યાપનીય, ગોપુચ્છપિચ્છ, નિપિચ્છ-પાંચ સંઘ થયા છે; તેમણે સૂત્રસિદ્ધાંત અપભ્રંશ કર્યા છે. જેમણે બાહ્ય વેષને બદલીને આચરણને બગાડ્યું છે તે જિનમતના મૂલસંઘથી ભ્રષ્ટ છે, તેમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ નથી. મોક્ષમાર્ગની પ્રાપ્તિ મૂલસંઘના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણથી જ છે એવો નિયમ જાણવો. ૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com