________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડી
અહીં પ્રયોજન એ છે કે – આ ટુંડાવલ્સર્પિણી કાળમાં મોક્ષમાર્ગની અન્યથા પ્રરૂપણા કરનારા અનેક મત પ્રવર્તે છે. વળી આ પંચમકાળમાં કેવળી-શ્રુતકેવળીનો અભાવ હોવાથી જૈનમતમાં પણ જડ-વક્ર જીવોના નિમિત્તથી પરંપરા માર્ગનું ઉલ્લંઘન કરીને શ્વેતામ્બર આદિ બુદ્ધિકલ્પિત મત ઉત્પન્ન થયા છે, તેમનું નિરાકરણ કરીને યથાર્થ સ્વરૂપ સ્થાપવા માટે દિગમ્બર આમ્નાય મૂલસંઘમાં આચાર્યો થયા. તેમણે સર્વજ્ઞની પરંપરાના અવ્યુચ્છેદરૂપ પ્રરૂપણાના અનેક ગ્રન્થ રચ્યા છે. તેમાં દિગમ્બર સંપ્રદાય મૂલસંઘ નન્દિઆમ્નાય સરસ્વતીગચ્છમાં શ્રી કુન્દકુન્દ મુનિ થયા. તેમણે પાહુડ ગ્રન્થો રચ્યા. સંસ્કૃતભાષામાં તેને “પ્રાકૃત' કહે છે અને તે પ્રાકૃત ગાથાબદ્ધ છે. કાળદોષથી જીવોની બુદ્ધિ મંદ હોય છે તેથી તેઓ (પ્રાકૃત ગાથાઓનો) અર્થ સમજી શકતા નથી. આથી દેશભાષામય વચનિકા હોય તો સર્વે જીવો વાંચી શકે, તેનો અર્થ સમજી શકે; અને તેમની શ્રદ્ધા દઢ બને-આવું પ્રયોજન વિચારીને આ વચનિકા લખીએ છીએ. અન્ય કોઈ કિર્તિ, મોટાઈ કે લાભ મેળવવાનું પ્રયોજન નથી. આથી હે ભવ્ય જીવો! આને વાંચી, અર્થ સમજી, ચિત્તમાં ધારણ કરી યથાર્થ મતના બાહ્યલિંગની તેમજ તત્ત્વાર્થની શ્રદ્ધા દઢ કરવી. આમાં કંઈક બુદ્ધિની મંદતા તથા પ્રમાદવશ અન્યથા અર્થ લખાય જાય તો બુદ્ધિમાન વિશેષ મૂળ ગ્રન્થ જોઈને ભૂલ સુધારીને વાંચજો, અને મને અલ્પબુદ્ધિ જાણીને ક્ષમા કરજો.
હવે અહીં પ્રથમ દર્શન પાહુડની વચનિકા લખીએ છીએ :
(દોહા) વંદું શ્રી અરિહંતને મન વચ તન એકસાથ; મિથ્યાભાવ નિવારીને કરે સુદર્શન જ્ઞાન.
હવે ગ્રન્થકર્તા શ્રી કુન્દકુંદાચાર્ય ગ્રન્થની શરૂઆતમાં ગ્રન્થની ઉત્પતિ અને તેના જ્ઞાનનું કારણ કે ગુરુપરંપરાના પ્રવાહુ અને મંગલના હેતુથી તેમને નમસ્કાર કરે છે.
काऊण णमुक्कारं जिणवरसहस्स वइढमाणस्स। दंसणमग्गं वोच्छामि जहाकम्मं समासेण।।१।।
कृत्वा नमस्कारं जिनवरवृषभस्य वर्द्धमानस्य। दर्शनमार्गं वक्ष्यामि यथाक्रमं समासेन।।१।।
( હરિગીત) પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને, સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧
૧. જિનવરવૃષભ = તીર્થકર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com