________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડી
ફળમાં આવા અનુરાગને અભિલાષા ન કહેવી જોઈએ કેમકે અભિલાષા તો એને કહેવાય કે જેથી ઈન્દ્રિય-વિષયોમાં પ્રેમ થાય. પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં અનુરાગને અભિલાષા કહેવાય નહિ.
(૩) નિર્વેદ- આ સંવેગમાં જ નિર્વેગ પણ થયો સમજવો. કેમકે પોતાના સ્વરૂપરૂપ ધર્મની પ્રાપ્તિમાં અનુરાગ થાય ત્યારે અન્યત્ર બધી અભિલાષાઓનો ત્યાગ થાય, સર્વ પદ્રવ્યોથી વૈરાગ્ય થાય તેમજ નિર્વેદ છે.
(૪) અનુકમ્પા- સર્વ પ્રાણીઓમાં ઉપકારની બુદ્ધિ અને મૈત્રીભાવ તે અનુકમ્પા છે. તથા મધ્યસ્થભાવ થવાથી સમ્યગ્દષ્ટિને શલ્ય નથી, કોઈ પ્રત્યે વેરભાવ હોતો નથી. સુખદુઃખ, જીવન-મરણ પોતાને બીજા દ્વારા અને બીજાને પોતાના દ્વારા થવાનું માનતો નથી. તથા બીજામાં જે અનુકમ્મા છે તે પોતામાં જ છે, આથી બીજાનું બૂરું કરવાનો વિચાર કરશે તો પોતાના કપાયભાવથી સ્વયં પોતાનું જ બૂરું થશે, બીજાનું બૂરું કરવાનો વિચાર નહિ કરે તો પોતાને કષાયભાવ નહિ થાય. આથી પોતાની અનુકમ્પા જ થઈ.
(૫) આસ્તિકયઃ- જીવાદિ પદાર્થોમાં અસ્તિત્વભાવ તે આસ્તિય ભાવ છે. જીવાદિ પદાર્થોનું સ્વરૂપ સર્વજ્ઞના આગમથી જાણીને તેમાં એવી બુદ્ધિ થાય કે જેવું સર્વજ્ઞ કહ્યું છે તેવું જ આ છે, અન્યથા નથી, તે આસ્તિકય ભાવ છે. આ પ્રમાણે આ સમ્યકત્વના બાહ્ય ચહિન છે.
સમ્યકત્વના આઠ ગુણ છે - સંવેગ, નિર્વેદ, નિંદા, ગહ, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકમ્પા. આ બધા પ્રશમાદિ ચારમાં જ આવી જાય છે. સંવેગમાં નિર્વેદ, વાત્સલ્ય અને ભક્તિ એ આવી ગયા તથા પ્રશમમાં નિંદા અને ગ આવી ગયા.
સમ્યગ્દર્શનના આઠ અંગ કહ્યા છે. તેમને લક્ષણ પણ કહે છે અને ગુણ પણ. તેમના નામ આ પ્રમાણે છે-નિઃશંક્તિ, નિ:કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
(૧) નિઃશંક્તિ - ત્યાં શંકા સંશયને પણ કહે છે અને ભયને પણ કહે છે. ત્યાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાલાણુદ્રવ્ય, પરમાણુ ઈત્યાદિ તો સૂક્ષ્મ વસ્તુ છે તથા દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત આદિ દૂરવતી પદાર્થો છે; તથા તીર્થકર, ચક્રવર્તી આદિ નિકટવર્તી પદાર્થ છે; તેઓ સર્વજ્ઞના આગમમાં જેવાં કહેલ છે તેવા જ છે કે નહિ? અથવા સર્વજ્ઞદેવે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક કહ્યું છે તે સત્ય છે કે અસત્ય ? આવા સંદેહને શંકા કહે છે. જેને આવી શંકા ન હોય તેને નિઃશંકિત અંગ કહે છે. તથા આ જે શંકા થાય છે તે મિથ્યાત્વકર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) થાય છે, પરમાં આત્મબુદ્ધિ થવી તે એનું કાર્ય છે. જે પરમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com