________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
(અષ્ટપાહુડ
(૪) અમૂઢદષ્ટિ:- અતત્ત્વમાં તત્ત્વપણાનું શ્રદ્ધાન તે મૂઢદષ્ટિ છે. આવી મૂઢદષ્ટિ જેને ન હોય તે અમૂઢદષ્ટિ છે. મિથ્યાષ્ટિઓ દ્વારા મિથ્યાહતુ તેમ જ મિથ્યાદિષ્ટાંતથી સાધવામાં આવેલા પદાર્થ સમ્યગ્દષ્ટિને પ્રીતિ ઉપજાવતા નથી તથા લૌકિક રૂઢિ અનેક પ્રકારની છે તે નિઃસાર છે. નિઃસાર પુરુષો દ્વારા જ તેનું આચરણ હોય છે. તે અનિષ્ટ ફળ આપનારી છે, તેમ જ તે નિષ્ફળ છે; જેનું ફળ ભૂરું છે તથા તેનો કોઈ હેતુ નથી, કોઈ અર્થ નથી. જે કંઈ લોકરૂઢિ પડી જાય છે તેને લોકો અપનાવી લે છે; પછી તેને છોડવી કઠણ થઈ પડે છે. આવી ઘણી લોકરૂઢિ છે.
અદેવમાં દેવબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અગમાં ગુરુબુદ્ધિ ઇત્યાદિ દેવાદિક મૂઢતા છે, તે કલ્યાણકારી નથી. સદોષ દેવને દેવ માનવા તથા તેમના નિમિત્તે હિંસાદિ દ્વારા અધર્મને ધર્મ માનવો, તથા મિથ્યા આચારવાન, શલ્યવાન, પરિગ્રહવાન સમ્યકત્વ વ્રત રહિતને ગુરુ માનવા ઇત્યાદિ મૂઢ દષ્ટિનું ચિહ્ન છે. હવે દેવ, ગુરુ, ધર્મ કેવા હોય છે તેમનું સ્વરૂપ જાણવું જોઈએ, તે કહે છે –
રાગાદિક દોષ અને જ્ઞાનાવરણાદિક કર્મ જ આવરણ છે, આ બન્ને જેને નથી તે દેવ છે. તેને કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એવા અનંત ચતુષ્ટય હોય છે. સામાન્યરૂપથી તો દેવ એક જ છે, અને વિશેષરૂપથી અરિહંત, સિદ્ધ એવા બે ભેદ છે; તથા તેમના નામ ભેદથી ભેદ કરવામાં આવે તો હજારો નામ છે. તથા ગુણ ભેદ કરવામાં આવે તો અનંત ગુણ છે. પરમૌદારિક દેહમાં વિધમાન, ઘાતિયા કર્મ રહિત, અનંત ચતુષ્ટય સહિત, ધર્મનો ઉપદેશ કરવાવાળા એવા તો અરિહંત દેવ છે. તથા પુદ્ગલમયી દેહથી રહિત, લોકના શિખર પર વિરાજમાન, સમ્યકત્વાદિ અષ્ટગુણવાળા, આઠ કર્મ રહિત એવા સિદ્ધદેવ છે. એમના અનેક નામો છે:- અરહંત, જિન, સિદ્ધ, પરમાત્મા, મહાદેવ, શંકર, વિષ્ણુ, બ્રહ્મા, હરિ, બુદ્ધ, સર્વજ્ઞ, વીતરાગ, પરમાત્મા ઇત્યાદિ અર્થ સહિત અનેક નામ છે; એવું દેવનું સ્વરૂપ જાણવું.
ગુનો પણ અર્થથી વિચાર કરીએ તો અરિહંતદેવ જ છે. કેમકે મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાવાળા અરિહંત જ છે; તેઓ જ સાક્ષાત્ મોક્ષમાર્ગનું પ્રવર્તન કરાવે છે; તથા અરિહંત પછી છમસ્થ જ્ઞાનના ધારક તેમનું જ નિર્ઝન્ય દિગમ્બરરૂપ ધારણ કરવાવાળા મુનિ છે તે ગુરુ છે; કેમકે અરિહંતની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકદેશ શુદ્ધતા તેમનામાં જોવા મળે છે અને તે જ સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ છે, એથી અરિહંતની જેમ જે એકદેશ રૂપથી નિર્દોષ છે તે મુનિ પણ ગુરુ છે, મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાવાળા છે.
આવું મુનિપણું સામાન્યરૂપથી એક પ્રકારનું છે અને વિશેષરૂપથી તે જ ત્રણ પ્રકારનું છે-આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. આ પ્રકારે આ પદવીની વિશેષતા હોવા છતાં પણ તેમની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com