________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ).
૧૧
મુનિપણાની ક્રિયા સમાન જ છે; બાહ્ય લિંગ પણ સમાન જ છે; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ આવા તેર પ્રકારના ચારિત્ર પણ સમાન જ છે; તપ પણ શક્તિ અનુસાર સમાન જ છે; સામ્યભાવ પણ સમાન છે; મૂળગુણને ઉત્તરગુણ પણ સમાન છે; પરિષહુ-ઉપસર્ગોનું સહુન કરવું પણ સમાન છે; આહારાદિની વિધિ પણ સમાન છે; ચર્યા–સ્થાન-આસનાદિ પણ સમાન છે; મોક્ષમાર્ગની સાધના સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર-પણ સમાન છે; ધ્યાતા, ધ્યાન અને ધ્યેયપણું પણ સમાન છે; જ્ઞાતા, જ્ઞાન અને શેયપણું પણ સમાન છે; ચાર આરાધનાની આરાધના, ક્રોધાદિક કષાયોનું જીતવું ઇત્યાદિ મુનિઓની પ્રવૃત્તિ છે તે બધી સમાન છે.
વિશેષ આ છે કે જે આચાર્ય છે. તેઓ અન્યને પંચાચાર ગ્રહણ કરાવે છે, તથા અન્યને દોષ લાગે તો તેને પ્રાયશ્ચિતની વિધિ બતાવે છે; ધર્મોપદેશ, દીક્ષા, શિક્ષણ આપે છે આચાર્ય ગુવંદન યોગ્ય છે.
જે ઉપાધ્યાય છે તે વાદિત, વાગ્મિત્વ, કવિત્વ અને ગમકત્વ આ ચાર વિધાઓમાં પ્રવીણ હોય છે, તેમાં શાસ્ત્રનો અભ્યાસ મુખ્ય કારણ છે. જે સ્વયં શાસ્ત્ર વાંચે છે અને બીજાને ભણાવે છે-આવા ઉપાધ્યાય ગુરુવંદન યોગ્ય છે. તેમના અન્ય મુનિવ્રત, મૂળગુણ, ઉત્તરગુણની ક્રિયા આચાર્ય સમાન જ હોય છે.
તથા સાધુ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગની સાધના કરે છે તે સાધુ છે; તેમને દીક્ષા, શિક્ષણ, ઉપદેશાદિ દેવાની મુખ્યતા નથી; તેઓ તો પોતાના સ્વરૂપની સાધનામાં જ તત્પર હોય છે. જિનાગમમાં જેવી નિર્ચન્થ દિમ્બરમુનિની પ્રવૃત્તિ કહી છે તેવી બધી પ્રવૃત્તિ તેમને હોય છે – આવા સાધુ વંદન યોગ્ય છે. અન્ય લિંગી–વેષધારી, વ્રતાદિકથી રહિત, પરિગ્રહવાળા, વિષયોમાં આસક્ત ગુરુ નામ ધારણ કરે છે તે વંદન યોગ્ય નથી.
આ પંચમકાળમાં જિનમતમાં પણ વેશધારણ કરવાવાળા થયા છે. તેઓ શ્વેતામ્બર, યાપનીય સંઘ, ગોપુચ્છપિચ્છ સંઘ, નિ:
પિચ્છ સંઘ, દ્રાવિડ સંઘ આદિ અનેક છે. આ બધા વંદન યોગ્ય નથી. મૂલ સંઘ, નગ્ન દિગમ્બર, અઠ્ઠાવીસ મૂળ ગુણોના ધારક, દયાના અને શૌચના ઉપકરણ એવા, મયૂરપિચ્છ-કમંડલ ધારણ કરવાવાળા, યથોક્ત વિધિથી આહાર કરવાવાળા ગુરુ વંદન યોગ્ય છે, કેમકે જ્યારે તીર્થંકરદેવ દીક્ષા લે છે ત્યારે આવું જ રૂપ ધારણ કરે છે, અન્ય વેષ ધારણ કરતા નથી; આને જ જિનદર્શન કહે છે.
ધર્મ તેને કહે છે કે જે જીવને સંસારના દુ:ખરૂપ નીચ-પદથી મોક્ષના સુખરૂપ ઊચ્ચ પદમાં લઈ જાય; –આવો ધર્મ મુનિ-શ્રાવકના ભેદથી દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક એકદેશસર્વદશરૂપ નિશ્ચય-વ્યવહાર દ્વારા બે પ્રકારે કહેલ છે; તેનું મૂળ સમ્યગ્દર્શન છે; તેના વિના ધર્મની ઉત્પત્તિ થતી નથી. આ પ્રકારે દેવ-ગુરુ-ધર્મમાં તથા લોકમાં યથાર્થ દષ્ટિ અને મૂઢતા ન હોય તે અમૂઢદષ્ટિ અંગ છે. ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com