________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૫
વસ્તુમાં અન્યનું આરોપણ અન્યના નિમિત્તથી અને પ્રયોજનવશ કરવામાં આવે તો તે પણ વ્યવહાર છે. ત્યાં વસ્તુસ્વભાવ કહેવાનું તાત્પર્ય તો નિર્વિકાર ચેતનાના શુદ્ધ પરિણામને સાધકરૂપ (૩)-મંદકષાયરૂપ શુભ-પરિણામ છે, તથા જે બાહ્ય ક્રિયાઓ છે એ સર્વને વ્યવહારધર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે રત્નત્રયનું તાત્પર્ય સ્વરૂપના ભેદ એવા દર્શનજ્ઞાન-ચારિત્ર તથા એમનાં કારણ બાહ્ય ક્રિયાદિક છે, એ બધાને વ્યવહારધર્મ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે-(૪) જીવોની દયા કહેવાનું તાત્પર્ય એ છે કે-ક્રોધાદિ મંદકપાય થવાથી પોતાનું કે પરનું મરણ, દુઃખ, કલેશ વગેરે ન કરવા. તેના સાધકરૂપ સમસ્ત બાહ્યક્રિયાદિકને ધર્મ કહેવામાં આવે છે. આ રીતે સાધવામાં આવે તેને જિનમતમાં નિશ્ચય-વ્યવહારનયથી સાધવામાં આવેલો તેને ધર્મ કહેલ છે.
ત્યાં એકસ્વરૂપ અનેકસ્વરૂપ કહેવામાં સ્યાદ્વાદથી વિરોધ આવતો નથી, કથંચિત્ વિવેક્ષાથી સર્વ પ્રમાણસિદ્ધ છે. આવા ધર્મનું મૂળ દર્શન કર્યું છે. એટલા માટે આવા ધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ સહિત આચરણ કરવું એ જ દર્શન છે. એ ધર્મની મૂર્તિ છે, તેને જિનમત (દર્શન) કહે છે અને આ જ ધર્મનું મૂળ છે. તથા આવા ધર્મની પ્રથમ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન હોય તો ધર્મનું આચરણ પણ નથી હોતું, -જેમ વૃક્ષના મૂળિયાં વિના થડ, ડાળીઓ વગેરે હોતાં નથી. આ પ્રમાણે દર્શનને ધર્મનું મૂળ કહેવું યોગ્ય છે. આવા દર્શનનું સિદ્ધાંત ગ્રન્થોમાં જેવું વર્ણન છે તે અનુસાર થોડું લખીએ છીએ.
અહીં અંતરંગ સમ્યગ્દર્શન તો જીવનો ભાવ છે, તે નિશ્ચય દ્વારા ઉપાધિ રહિત શુદ્ધ જીવનો સાક્ષાત્ અનુભવ થવો એવો એક પ્રકાર છે. આ અનુભવ અનાદિ કાળથી મિથ્યાદર્શન નામના કર્મના ઉદયથી અન્યથા થઈ રહ્યો છે. આદિ મિથ્યાષ્ટિને તે મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિઓ સત્તામાં હોય છે-મિથ્યાત્વ, સમ્યુમિથ્યાત્વ અને સમ્યફપ્રકૃતિ તથા તેની સાથે રહેવાવાળી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભના ભેદથી ચાર કષાય નામની પ્રકૃતિઓ છે. આ પ્રમાણે આ સાત પ્રકૃતિઓ જ સમ્યગ્દર્શનનો ઘાત કરવાવાળી છે. તેથી આ સાતેય પ્રકૃતિનો ઉપશમ થવાથી પહેલાં તો જીવને ઉપશમ સમ્યકત્વ થાય છે. આ પ્રકૃતિઓનો ઉપશમ થવાના બાહ્ય કારણો સામાન્ય રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે. તેમાં દ્રવ્યમાં તો સાક્ષાત્ તીર્થકરના દર્શનાદિ મુખ્ય છે. ક્ષેત્રમાં સમવસરણાદિ મુખ્ય છે. કાળમાં અર્ધપુદ્ગલ પરાવર્તન સંસારભ્રમણ બાકી રહ્યું હોય તે તથા ભાવમાં અધ:પ્રવૃત્તકરણ આદિક છે.
સમ્યક્ત્વનાં બાહ્ય કારણો વિશેષરૂપથી તો અનેક છે. એમાંથી કેટલાકને તો અરિહંત ભગવાનની પ્રતિમાના દર્શન, કેટલાકને જિનેન્દ્ર ભગવાનના કલ્યાણક આદિના મહિમાનું દર્શન,
૧. સાધકરૂપ = સહચર હેતુરૂપ નિમિત્ત માત્ર; અંતરંગ કાર્ય હોય તો બાહ્યમાં આ પ્રકારને નિમિત્ત
કારણ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com