________________
8
તીર્થયાત્રા–સંઘયાત્રા છે (વર્ષ ૧૫ પુ-૧ પા. પર થી ચાલુ) .
આ વાત જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે સમજાશે કે –
પર્યુષણની તિથિ જે ભાદરવા સુદિ પંચમીની હતી, તેની પરાવૃત્તિ કરીને એથે જે પર્યુષણું આચરવામાં આવી અને જેની પ્રવૃત્તિ જિનવચનને માનનારા સકલ-સંઘે અમલમાં મહેલી છે, તે બાબતમાં શ્રી ચૂર્ણિકારે આચાર્ય મહારાજ કાલકાચાર્યનું યુગપ્રધાનપણું જણાવવા સાથે સ ર મજુમય સમસંગ એટલે તેજ ચેથને સંવચ્છરીની તિથિ તરીકે યુગપ્રધાન કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવી અને શ્રી શ્રમણ-સંઘે તેમાં સંમતિ આપી. એમ જણાવ્યું છે.
આ ઉપરથી એમ સમજાય છે કે આ. શ્રી કાલકાચાર્ય મહારાજા યુગપ્રધાન હોવાથી તેમના વચનની માન્યતા સકલ શ્રીસંઘે કરવી એ ફરજીયાત હતી. કેમકે તેવા મહાપુરુષના વચનને અનાદર તે મિથ્યાત્વવાળો કરી શકે.
કેમકે- અતારો ૩ મિચ્છત્ત અર્થાત્ જ્ઞાનાચારાદિ પાંચે આચાર સંપૂર્ણ તથા તપ–સંજમે વ્યાપ્ત એવા મહાપુરુષના વચનને અતથાકાર એટલે અનાદર કર એ તે મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વવાળે જ મહાપુરુષના વચનને અનાદર કરી શકે. અર્થાત્ યુગપ્રધાન કાલકોચાર્ય મહારાજના વચનને અનાદર કેઈપણ સંધવાળી વ્યક્તિથી થઈ શકે તેમ તે, તેમજ કેઈએ કર્યો પણ નહોતો, છતાં ચૂર્ણિકાર-મહારાજને યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે આચરેલી ચતુર્થીની પર્યુષણામાં શ્રમણ-સંઘની જે સંમતિ દેખાડવી પડી તે શ્રમણ-સંઘની અનાદરની સ્થિતિની સંભાવનાને અંગે નહિ, પરંતુ તે ચતુથીની પર્યુષણ સંબંધીની આચરણની લક્ષણયુક્તતાને માટે છે.
આ કારણથી આરાત્રિક અને મંગલદીપકને અંગે પણ તેને રીવાજ જણાવતાં શ્રી દેવેન્દ્રસુરિજી “વસ્થાત અને દ્ધ એવા પુરુષોએ આચરેલ હોવાથી” એમ કહી આરતિ અને મંગલદીવાની
ગ્યતા સાબીત કરે છે.