________________
પુસ્તક-૧ ૯
૨૫ જે બત્રીસ બદ્ધ નાટક કરેલું છે તેનો અધિકાર આગમદિય સમિતિ તરફથી છપાયેલ રાયપાસેણમાં પૃષ્ઠ ૪૪ થી ૫૯ સુધી છપાયેલ છે અને તે ઘણે જ વિસ્તારવાળે છે. - આ નાટકને અધિકાર વિસ્તારવાળો હોવાને લીધે જ શ્રી ભગવતીજી, શ્રી જ્ઞાતા-ધર્મકથા વિગેરે સૂત્રમાં ભગવાન મહાવીર-મહારાજ વિગેરે તીર્થકરેની પાસે જ્યારે જ્યારે દેવતાઓને આવવાને પ્રસંગ હોય છે, જ્યારે નાવિધિ થયેલી હોય છે, ત્યારે તે નાટય વિધિ જણાવવું ઘણું વિસ્તાર કરનારું થઈ પડે એ સ્વાભાવિક છે અને તે વિસ્તાર વારંવાર સ્થાને સ્થાને કહે, એ વાચકને પણ અરુચિ કરનારે થાય માટે તે સ્થાને આ રાયપાસણી સૂત્રની ભલામણુ જ નહીં રાખજો અથવા નાવવિદિ એવી રીતે કહીને કરવામાં આવી છે.
અહીં પણ કમસર તે સૂત્રને પાઠ નહિ આપતાં સંક્ષેપથી તે જણાવવું એગ્ય ધાર્યું છે.. સૂર્યાભદેવતાને પૂર્વરંગ અને વિદુર્વણ શક્તિ
સૂર્યાભદેવતાએ જમણી ભુજા લાંબી કરી એકસે આઠ કુમારે કાઢયા અને ડાબી ભુજા લાંબી કરી એકસો આઠ કુમરીઓ કાઢી.
પછી સૂર્યાભદેવતાએ શંખ અને શંખને વગાડનારા, અંગ અને શૃંગને વગાડનારા એવી રીતે ઓગણપચાસ જાતનાં વાજાં અને તેટલીજ જાતનાં વાજીને વગાડનારા એકસો આઠ એકસે આઠ વિકુવ્ય. ' પછી સૂર્યદેવતાએ બોલાવવાથી દેવકુંવરી અને દેવકુંવરીએ સૂર્યદેવની પાસે આવી હાથ જોડી વધાવવું કરીને હુકમ માગતાં બોલ્યા કે “અમારે જે કંઈ કરવાનું હોય તે ફરમાવે.”
ત્યારે તે સૂર્યાભદેવતાએ તે દેવકુમાર અને દેવકુમારીઓને એમ હુકમ કર્યો કે હે દેવાનુપ્રિયે! તમે શ્રમણ ભગવંત મહાવીર–મહા