________________
૨૭
પુસ્તક ૨-જુ
કારણ કે ઇદ્રિ દ્વારા આ માને તે તે દ્રવ્યનું જે પ્રત્યક્ષ થાય છે, તેમાં ઈદ્રિય અને તે તે દ્રવ્યોમાં રહેલ સ્પર્શ-રસ વિગેરેને વ્યંજનાવગ્રહ કારણ છે. જેને અન્ય મતમાં સંનિકર્ષ કહેવામાં આવે છે.
અહિં ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહ ગણવાને નથી, કારણ કે ચક્ષુ અને મન એ પિતાપિતાના વિષયને સંબંધ કર્યા સિવાય પણ વિષય સંબંધી જ્ઞાન જાણી શકે છે.
કહેવાનો આશય એ છે કે રસનેન્દ્રિય દ્વારા દ્રવ્યમાં રહેલા રસનું ભાન થયું પરંતુ તે દ્રવ્યના ગુણભૂત એ જે રસ તેને જ કેવળ રસનેન્દ્રિય સાથે સંબંધ થયે અને એ રસ જે દ્રવ્યમાં રહેલે છે તેને સંબંધ ન થયે એવું કોઈ પણ રીતે કહી શકાતું જ નથી. ગુણ એકલામાં એક સ્થાનેથી અન્ય સ્થાને જવાની શક્તિ જ નથી. એ પ્રમાણે અન્ય ઈન્દ્રિય અને તે ઈન્દ્રિયોના વિષયે માટે પણ સમજવું. - જ્યારે એ નિર્ણય થશે કે કેવળ ગુણને તે ઈકિય સાથે સંબંધ થતું નથી તે પછી શબ્દને ગુણ તરીકે માનશું તે કેવળ ગુણભૂત એ જે શબ્દ તેને બેન્દ્રિય સાથે સંબંધ થશે નહિ અને સંબંધના અભાવે શ્રોત્રેન્દ્રિયને શબ્દ સંબંધી ભાન પણ થશે નહિ. માટે શબ્દ એ આકાશને ગુણ નથી.
ટીકાકાર આ વસ્તુની વિશેષ સિદ્ધિ માટે પુષ્ટિ કરે છે કે શબ્દ રૂપદિવાળે હેઈ મૂત્તિમાન છે. રૂપાદિમત્તા શી રીતે છે એ જે જાણવું હોય તે કૂવા વિગેરે સ્થાનમાં પડતે શબ્દને પડઘે નાના શબ્દથી મોટા શબ્દનું હણવું વિગેરે કારણોથી શબ્દમાં મૂર્તિમત્તા છે એ નિશ્ચય થાય છે.
કારણ કે જે મૂર્તિમત્તા ન હોય અને અમૂર્ત હોય તે પ્રતિઘાત-અભિભવ વિગેરે સંભવી શકે નહિ.