________________
૨૮
-
અગમત વડોદરામાં એક જમીનદાર હતે. સ્થિતિ સારી નહિ. તેના પિતા મરી ગયે. જમીનદારની આબરૂ પ્રમાણે સેજ (શમ્યા) પૂરવાને બે અઢી હજાર જોઈએ. હવે શું થાય? કથળી કાણી (સેજ પૂરે તે આબરૂ રહે! ન પૂરે તે આબરૂ જાય. ચિંતા થઈ.
' ડોસાનું કાંઈક ઉજવવું તે જોઈએને? લે કે તેને પૂછે છે કે ચિંતામાં કેમ? તે કહે દહાડા બાર બાકી છે. અને રૂ. હજારને ખર્ચ છે. તેને એક મિત્ર મળે. તેણે પૂછયું કે આમ હશકેશ કેમ ઉડી ગયા છે? જમીનદારે બધી વિતક કહી.
મિત્રે કહ્યું કે એમાં છે શું ? હું ઉપાય બતાવું. દસ દહાડા થાય એટલે ૧૦ ભાર અફીણ લઈને બ્રાહ્મણને ત્યાં જ તેને કહે કે ડોસા ૧૦ તેલા અફીણ ખાતા હતાં. તેથી આ દસ તેલા અફીણ તું ખાઈજા. કે જેથી મારા અફીણીયા પિતાને અફીણના અભાવે ટાંટીયા ઘસવા ન પડે. મારા પિતાને શાંતિ મળે. અને મારા ડિસા ટટ્ટાર થાય.
આ વાત જમીનદારને રૂચી, ૧૦ તેલા અફીણ લઈને ગોર પાસે પહોંચે. અને તે અફીણ ડોસાને પહોંચતું કરવા માટે ગોરને ખાઈ જવાનું કહ્યું. ગોરે દેખ્યું કે હવે શું થાય? અહીં તે એજન્સી અવળી પડી. ગોર ગભરાયે એજન્સી ઊભી કરવાવાળા પણ કમઅક્કલ તે ન જ હેય? તેણે જમીનદારને કહ્યું કે બેલીશ નહિ. અમુક જમીનદાદર મરી ગયા તેની આવેલ સેજ મારે ત્યાં અકબંધ પડી છે. તે રોજ રાતે લઈ જજે. અને સવારે પૂરજે. હું લઈ જઈશ. એમ કરીને તારી આબરૂ રાખ! તારી આબરૂ રહે અને મારૂં ચાલતું રહે!
દૃષ્ટાંત બીજું. શેઠે સેવકને કડું આપ્યું. મારવાડથી લેકે આવે. વહી લઈને આવનાર ગેરને બે રૂપીયા આપે.