________________
૩૭
પુસ્તક ૩જુ
ક વાગે તે વેદના કેને? શેઠને કે મુનિમને ?
કોઈની જવાબદારી કે જોખમદારી કોઈને માથે જતી નથી. કોઈના માટે ધર્મ કરે તે કોઈ સુખી થઈ જવાને છે” એ વાત જૈનશાસનમાં નથી. બીજામાં એ છે કે કરે કેઈ અને ભગવે કઈ!
ધન, માલ, મિલ્કત ભલે વહેંચાતી હોય, પણ સુખ-દુઃખમાં જવાબદારી વહેંચાતી જ નથી. એટલે બધા જ આત્મા જવાબદારી અને જોખમદારીવાળા જ છે.
આમ નકકી થયું ત્યારે વળી કહેશે કે–ચાલે, એ તે ચાલ્ય જ કરે છે. સીપાઈએ બીરબલની પાઘડી ઊછાળી. એ જોઈને બીરબલે બાદશાહની પાઘડી ઊછાળી.
અકબર કહે “એ કયા કયા?” બીરબલ કહે “સબ પીછે સે ચલી આતી હૈ” એમ અહીં નથી.
આ આત્મા તાકાતવાળે છે. જે ગતિ લાવવી હોય છે, ગતિ લાવી શકે છે. પરિણામ નિપજાવવાની તાકાતવાળે છે. દુર્ગતિના કર્મ બાંધે તે ગતિએ જાય છે સદ્ગતિના કર્મો બાંધે તે સદ્ગતિએ જાય છે.
સર્વ આત્મા પરિણામી છે. પિતાની અવસ્થા પલટાવી શકે છે. તમે પોતે જ પરિણામી છે. અવસ્થા પલટાવે છે. આત્મા જ અવસ્થા પલટાવ્યા કરે છે. આપણે ઊંચી અવસ્થા જોઈએ છે અને તે લાવવી તે આત્મામાં હાથમાં છે.
એટલા જ માટે ઈશ્વરપણું જેમાં રજીસ્ટર નથી. બીજાઓને પૂછે કે-ચારે વેદમાં ઈશ્વર કેમ થવાય, એ કયાંય રસ્તે બતાવે છે? કુરાનવાળાને, બાઈબલવાળાને પૂછે. બીજાએ ઈશ્વર બનવું હોય તે તેને માટે તેમાં કાંઈ રસ્તેજ નથી બતાવ્યું. કારણ કેઈશ્વરપદ ત્યાં રજીસ્ટર્ડ છે. આપણામાં ઈશ્વર થવા વિશસ્થાનક તપ