________________
--
--
-
-
-
---
-
---
----
-
------
-
----
આગમત અથૉત્ સમ્યક્ત્વવાળે પુરુષ મહેલને ચણનારા કડિવાની માફક નિયમિત ઊર્વગામી હોય છે.
જ્યારે સમ્યક્ત્વ વગરને સત્તર વાપસ્થાનક વર્જન છતાં કુવાને ચણનારા કડિયાની માફક અગામી હોય છે.
તેથી દરેક મોક્ષની ઈચ્છાવાળાઓએ તેમજ ધર્મની ધગશ વાળાઓએ સમ્યકત્વને આદિમાં આદરવું જોઈએ.
આ કારણથી શ્રાવકના ત્રના અબજો ભાંગા છતાં પણ એક પણ ભાગે સમ્યકત્વ વગરને ગયા. નથી, ;
એટલે કે સમ્યફવરહિત કોઈપણ મનુષ્ય કે છેલ્થ જીવ શ્રાવકપણમાં ગણવાને લાયક હેય નહિ
આ વાત છૂળ બુદ્ધિથી શાસ્ત્રો જેનારને પણ નવી લાગે તેવી નથી.
પૂર્વે જણાવેલું સમ્યફ જેને પ્રાપ્ત થયું હોય તે હંમેશાં રાગ-દ્વેષ મહાદિ દૂષણેએ રહિત અનંત એવા જ્ઞાન-દર્શન–વીર્ય અને સુખને ધારણ કરવાવાળા સકળ જગતના જીને સંસારસમુદ્રથી તારવારૂપી ઉપકારમાં પ્રવર્તેલા, સર્વથા દૂષણરહિત શુદ્ધ આત્મસ્વરૂપને વિષે જ લીનતાવાળા, એવા પરમ પુરુષને તત્વથી દેવબુદ્ધિએ મને અને ત્રિવિધે-ત્રિવિધ તેમની ભક્તિ કરવામાં લીન થાય.
વળી એ પરમાત્માએ યથાસ્થિતપણે પ્રગટ કરેલા જીવાદિક નવા પદાર્થોને સત્ય તરીકે, વ્યાપક તરીકે, નિઃસંદેહપણે માનવા તત્પર રહે.
વળી તે પરમાત્માએ કહેલા સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મેક્ષમાર્ગમાં જે બાળ, જુવાન કે વૃદ્ધ, સધન કે નિર્ધન, સ્ત્રી કે પુરુષ, સકુટુંબ કે નિષ્કુટુંબ, છ પ્રવર્ત.
તેઓને સાધુતાવાળા માની વંદનાલાયક ગુરુપદવાળા માને તેનું નામ સમ્યગદર્શન છે.