________________
પુસ્તક ૩જુ
વૈવ કે ડોકટર કહે છે કે આમ કરવું, તેમ કરવું, પણ તે પ્રમાણે ન કરીએ તે આપણે હેરાન થઈએ, તેમાં વૈદ્ય કે ડોકટરને આપણે ન કહી શકીએ કે તમે અમને હેરાન કર્યા. જૈન શાસનમાં
પાપ ન કરે, આશ્રવ ન કરે” એમ જણાવ્યું, છતાં આપણે તેમ ન કરીએ અને હેરાન થઈએ. તેની તે ભગવાનને “આ બિચારે અવળો ચાલે એટલે દુઃખી થયે” એમ જાણી દયા જ કરવી રહી. ઊલટે વર્તનાર શિક્ષા પામે અને માર્ગદર્શકને તે એ રીતે દયાનું સ્થાન રહે, ત્યાં શિક્ષા કરવાનો અધિકાર જ કયાં રહે છે?
મતલબ કે જૈન અને જૈનેતરમાં ફરક શું ? જૈનેતર એમ કહે કે તમે બધા ગુલામી સ્વીકારે. જવાબદારી–જોખમદારી તમારે માથે નહિ. જેમ આપણે ત્યાં કોઈએ ગાય-ઘડો લીધા, તેને કયાં રાખવા?કેમ ઉછેરવા? વિ. તે જાનવરના હાથમાં નહિ. પણ લેનારના હાથમાં, તેમ જૈનેતરોને ત્યાં ખરીદાયેલા માનવે જાનવર રૂપે ગણાય છે. પિતે કયાં રહેવું? કેમ ઉછેર પામે? તે પિતાના હાથમાં નહિ. ઈશ્વરના હાથમાં.
જ્યારે જેને એમ કહેવા માંગે છે કે તમે કેઈને ગુલામ નથી. તમે કોઈને આધીન નથી. તેમ તમારા માટે જવાબદાર અને કર્તવ્ય માટે જોખમદાર તમે છો. જવાબદારી કે ખમદારી અમારી નહિ.
અહીં પાપ કરો તે ઈશ્વરે મને પાપ કરાવ્યું તે અહીં નહિ. પાપ કરે તેની જવાબદારી અને ફળ ભોગવે તેની જોખમદારી તમારી છે ઈશ્વર તમને દુઃખમાં પાડનાર નથી.
અર્થાત્ જૈનમત કહે છે કે-જીવ પિતે જવાબદાર અને જોખમદાર છે. જ્યારે જૈનેતરમત કહે છે કે-જીવ જવાબદાર અને જોખમદાર નહિ. “સદ્ગતિ દુર્ગતિમાં ઈશ્વર લઈ જશે. જ્યાં લઈ જશે ત્યાં જઈશ.'
આ માન્યતા રાખવામાં આવે ત્યારે જીવ, ગુલામ-પરાધીનહેર વિગેરે બજે, જેને તે “ના” પાડે છે.