Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 116
________________ આગમત મનુષ્ય. આ મનુષ્યપણાના સ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે કેમ? તે નિદિયા, વિકવેદ્રિય, નારકી, તિયચ, દેવતા, મનુષ્ય વિગેરે બધાં જ મનુષ્યપણુમાં આવે, હવે કહે મુશ્કેલી કયા સ્થાનની ? જેમાં સંખ્યા ઘેડી છે અને આવવા લાયક અનંતા છે. એવા મનુષ્યપણુના સ્થાનની. દેવતાના સ્થાનમાં દેવતાની સંખ્યા મોટી અને આવવા લાયક છેડા, તેથી દેવપણું પામવામાં મુશ્કેલી નથી. દેવ કરતાં મનુષ્ય ભવ પામે તે આ અપેક્ષાએ મુશ્કેલ છે. બીજી વાત એ છે કે આ રીતે મનુષ્યપણાની પ્રાપ્તિ મુશ્કેલ છે, તેટલા માટે જ મનુષ્યની દુર્લભતા છે, તેમ નહિં પણ તેમાં આત્મહિતના દરેક કામ સાધી શકાય છે, એથી મનુષ્યપણાની દુર્લભતા વર્ણવાઈ છે. હુંનું પુરેપુરૂં ભાન અને તેની સિદ્ધિ કયા ભવમાં બની શકે? તે મનુષ્યભવમાં. દેવ, નારકી અને તિર્યંચમાં તે ભાન અને સિદ્ધિ નથી. અહિ તમે કહેશો કે આ તે તમે બ્રાહ્મણ જેવું કર્યું, કેમ ભાઈ ? તે કહેશે કે એક બ્રાહ્મણ અને રજપૂત બેઠા હતા તેમાં રજપૂતે પૂછયું કે જગતમાં મોટું કેણ? ત્યારે બ્રાહ્મણે એ કહ્યું કે બ્રહ્મણ. જેમ કહેવાય છે ને કે “વર્ણાનાં ત્રાહ્મr: છે:” તમે પણ તેના જેવું કર્યું, કેમ ? તમે મનુષ્ય થયા તેથી મનુષ્ય-ભવને વખાણે, તેમાં નવાઈ શી? તે તેમ નથી. સૃષ્ટિને કરનારા ઈશ્વરને માનનારા શાથી? તે સૃષ્ટિ પરમેશ્વરને માથે-નામે ચડાવી તેથી તેના નામે ચડાવે છે શા માટે? તે તમે મને આપે તે ઈશ્વર તમને આપશે, એ હિસાબે ઈશ્વરની એજન્સી ચલાવવી છે. તે માટે બ્રાહ્મણ ઈશ્વરના એજન્ટ. જે એજન્ટપણું ન રાખે તે ધાગા-પંથીને ટેક્ષ બંધ થઈ જાય. એ ટેક્ષ કે હોય છે? માતાના ઉદરમાં જીવ આવે ત્યાંથી સીમંતના નામે ટેક્ષ ચઢે. હજ કરે છે કે છોકરી છે તેને પત્તો નથી, તે પણ તેને ટેક્ષ શરૂ થાય.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166