________________
s
છે મહાવીર જન્મ કલ્યાણકનું
આ રહસ્ય
(૨) [આ વ્યાખ્યાન પૂ. આગમ-પારદધા પ્રવર-પ્રવચનિક આગમિક, સાર્વભૌમ, ગીતાર્થ–શિરોમણિ, આગમ દ્વારક-આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯ર ચૈત્ર સુદ ૧૩ ના મંગળ દિને શિહેર (સૌરા")માં આપેલું.
જેને ઉતારી પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીને વિનયી શિષ્ય પૂ મુનિશ્રી ગુણસાગરજી મ. શ્રીએ કરેલ.
તેને યોગ્ય સુધારા-વધારા સાથે તત્વરૂચિ ના હિતાર્થે શ્રી શાસન સુધાકર (વર્ષ ૮ અંક-૨૦)માંથી સાભાર ઉદ્ધત કરી રજૂ કરેલ છે. સં.].
(વ્યાખ્યાન-૨) पान्तु वः श्री महावीर-स्वामिनो देशनागिरः । भव्यानामान्तर - मल-प्रक्षालनजलोपमाः ॥९॥ મહાનુભા! આજને દિવસ મહાન પવિત્ર છે.”
આજે આપણે આત્માને ઓળખાવનાર મહાપુરુષને જન્મ થ છે.
જીવ નિત્ય છે–શાશ્વત છે, અવિનાશી છે. એ બધું સાચું! પરંતુ તેનું વાસ્તવિક ભાન કરાવનાર મહાપુરુષ આજે પ્રગટયા છે. ચહાય તે કિંમતી પદાર્થ હોય, પણ તેને વસ્તુતઃ ખ્યાલ આવે નહિ ત્યાં સુધી કિમતી તરીકે માલુમ પડે નહિં.
આ જીવ નિત્ય, શાશ્વત વિગેરે તરીકે હતે તે ચોક્કસ છે, છતાં આંધળાના હાથમાં આવેલ હરે કાંકરાથી અધિક ન હોય, તેવી રીતે આ ત્રિલેકનાથ જન્મ્યા હતા અને આત્મ સ્વરૂપ બતાવ્યું નહોતું. ત્યાં સુધી આપણને આત્માને “નિત્ય શાશ્વત વિગેરે તરીકે માનવામાં જીવ પદાર્થથી વધારે સમજ લગીર પણ હતી.