________________
આગમત જે વ્યાખ્યાન પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના શિષ્ય મુનિશ્રી મહેન્દ્રસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ. શ્રીએ વ્યવસ્થિત રીતે ઉતારેલું. - તે અક્ષરશઃ “શાસન સુધાકર” (વર્ષ–૬, અંક-૧૨)માં છપાએલ તેને ગ્ય રીતે સુધારી અહીં આપવામાં આવેલ છે.
અજ્ઞાત કારણસર આ વ્યાખ્યાન અપૂર્ણ અવસ્થામાં જ પ્રકાશિત થયેલું, તેથી અહીં તેવું જ રજુ કર્યું છે. સં.]
પરમાત્માની માન્યતા साधुसेवा सदा भक्त्या, मैत्री सत्वेषु भावतः ।
માત્મીય–પ્ર-મોક્ષa, ધમૅ–દેતુ-ઘોષનમ્ | શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં થતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જેટલી જાતવાળાદર્શનવાળા-ધર્મવાળા લેકે છે, તે બધા ત્રણ વાતમાં એકસરખી સમજવાળા છે. કેઈપણ દર્શન, જાત કે ધર્મવાળાને આ ત્રણ વાતને કબૂલ કર્યા વગર ચાલેલ નથી. કઈ ત્રણ વાત? દેવ, ગુરૂ અને ધર્મ,
આ ત્રણ નામમાં કોઈને મતભેદ નથી. ભેદ શામાં છે? સ્વરૂપ અને વ્યક્તિમાં. સ્વરૂપમાં કેમ? જૈનેતરોએ દેવ ઈશ્વર ભગવાન માન્યા, પણ તે કયા મુદ્દાઓ સૃષ્ટિના સર્જનહાર તરીકે આપણને ઈશ્વરે જન્મ સ્ત્રી કરાં, ધન–માલ મિલકત આપ્યાં, તેથી આપણે તેને પરમેશ્વર તરીકે માન્યા છે એમ જૈનેતરે માને છે. જૈને ક્યા મુદ્દાઓ પરમેશ્વર માને છે? જેણે અણઉકેલ કેયડો ઉકેલ્યું તેને જેને પરમેશ્વર માને છે. આખું જગત તે કોયડાને જાણે છે. પણ તેને કઈ પીછાનતું નથી. જાણે છે, છતાં પીછાનતું નથી. એમ કેમ? તે જણાવે છે કે આખે જન્મ વ્યવહાર, સંસાર તેને આધારે તે “હું” સર્વ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય-દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય આ બધા