________________
આગમત
હંમેશાં ગુણને એ સ્વભાવ છે કે ગુણમાં ગુણ મળે તે તેની વૃદ્ધિ થાય છે. પરંતુ એક ગુણથી અન્ય--ગુણને પરાભવ થત જે નથી. લીલા ગુણમાં લીલે ગુણ મળે, ઘેળામાં ધોળે મળે, મીઠાશમાં મીઠાશ મળી તે વૃદ્ધિ થતી અનુભવવામાં આવે છે, પરંતુ એક ગુણથી અન્ય-ગુણને વિઘાત લેવામાં આવતું નથી. માટે શબ્દ એ ગુણ નથી, પણ મૂર્તિમાન્ દ્રવ્ય છે. અર્થાત્ પુદ્ગલ છે.
આકાશને ગુણ શબ્દ કહે છે. તે પણ વિરોધી પ્રતિજ્ઞા છે કારણ કે આકાશ અમૂર્ત છે અને શબ્દગુણ નથી, છતાં એક વખત તમે ગુણ કહેવા માંગે તે પણ તેના મૂર્ત પણા માટે પ્રતિઘાત-અભિભવ–વિગેરે અનુભવસિદ્ધ કારણોથી ના કહી શકાય તેમ છે નહિ. અને અમૂર્ત આકાશ–દ્રવ્યને મૂર્ત ગુણ કદી પણ સંભવે નહિ, માટે શબ્દ એ આકાશને ગુણ નથી એટલે શબ્દલિંગ દ્વારા આકાશરૂપ લિંગીનું અનુમાન કરવું તે પણ અસંગત છે.
બીજા સાંખ્યમતાનુયાયી આકાશને પ્રધાનના વિકારરૂપ માને છે. એટલે સાંખ્યમતની એવી પ્રક્રિયા છે કે–
સર્વ-ર૪ઃ તમઃ એ ત્રણેની ગુણની સામ્યવસ્થા તેને પ્રકૃતિપ્રધાન–અથવા અવ્યક્ત કહેવાય છે અને તે પ્રકૃતિ અથવા પ્રધાન નિત્ય હોય છે. પ્રધાનમાંથી અહંકાર, તેમાંથી માત્રા તભાત્રાથી પાંચ બુદ્ધિ-ઈદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ વિષય અને મન એ ૧૬ ને સમુદાય ઉત્પન્ન થાય છે. અને તેમાંથી પાંચ વિષયમાંથી અનુક્રમે પૃથ્વી–અપ–તેજે–વાયુ-અને આકાશ એ પંચભૂતની ઉત્પત્તિ છે. એ કારણથી પરંપરાએ આકાશ એ પ્રધાનને વિકાર થયે.
એટલે સ્યાદ્વાર દર્શન ગુણથી ગુણની સિદ્ધિ કરે છે તેથી જ ઉલટું સાંખ્યદર્શન ગુણથી ગુણની સદ્ધિ કરે છે એવું જે