________________
પુસ્તક ૨ જું સાંખ્ય દર્શનનું મંતવ્ય છે અને તે આધારે આકાશને પ્રધાનના વિકાર સ્વરૂપે જણાવે છે પરંતુ તે અયોગ્ય છે.
કારણ કે આધારભૂત ગુણ વિના આધેયરૂપ ગુણની સિદ્ધિ થતી નથી. અથવા તે નિત્ય, નિરવયવ અને નિષ્ક્રિય એવું પ્રધાન અનિત્ય એવા આકાશરૂપે શી રીતે પરિણમશે ? કદાચ તમે એમ માનતા કે પ્રધાનને વિકાર વિજ્ઞાન છે અને તે સક્રિય છે, અને તે પ્રત્યક્ષ થતું હોઈ તેને અ૫લાપ થઈ શકે તેમ નથી તે અમે કહીએ છીએ કે તે બરાબર છે. એટલે કે તમારા કહેવા મુજબ વિજ્ઞાન સક્રિય છે તે બરાબર છે, પરંતુ તમે જે વિજ્ઞાનને પ્રધાનને વિકાર કહેવા માંગે છે તે પ્રમાણે પ્રધાનને વિકારપણે અમે વિજ્ઞાનને કબૂલ કરતા નથી. કારણ કે સત્વ ગુણ પ્રધાનતા વડે જ્ઞાનાધિકાર (વિજ્ઞાન સ્વરૂપે) પરિણમતે નથી.
જે સત્વ ગુણ વિજ્ઞાનરૂપે પ્રધાન દ્વારા પરિણમતે હોય તે તમે ગુણવાળાને તે પ્રમાણે પરિણમ જોઈએ. તમે-ગુણનું વિજ્ઞાનરૂપે પરિણમન જે ઈષ્ટ નથી તે તે પ્રમાણે સત્વગુણનું પરિણમન પણ વિજ્ઞાનરૂપે થઈ નહિં શકે. ઉષ્ણુનાવસ્થાની સામ્યતાવાળું જે દષ્ટાંત આપવામાં આવેલ છે તેમાં પણ ઘણા દેશે હોવાથી તે દૃષ્ટાંત પણ આપી શકાય તેવી સ્થિતિ નથી. અથવા ચૈતન્ય અને વિજ્ઞાનને જે તમે ભિન્ન માને છે અને એને અંગે પ્રધાનને વિકાર વિજ્ઞાન છે તેમ કહેવું પડે છે તે ચૈતન્ય અને વિજ્ઞાનને ભિન્ન માનવાની જરૂર જ નથી. ચૈતન્ય અને વિજ્ઞાનને અભેદ છે કારણ કે ચેતના પામે છે, નાણે છે, બેધ પામે છે એવા પ્રાગે પણ જોવામાં આવે છે અને એ પ્રગો જોવામાં આવતા હિવાથી ચૈતન્ય એ જ વિજ્ઞાન છે, વિજ્ઞાન એ જ ચૈતન્ય છે. વિજ્ઞાનરૂપ એવું જે ચૈતન્ય તે આત્માને સ્વભાવ છે પરંતુ પ્રધાનને વિકાર નથી.