________________
પુસ્તક ૧-લું
૨૭ તેથી અહીં શ્રમણ ભગવંત મહાવીર-મહારાજાને નૃત્યવિધિ દેખાડી એમ કહેવું તે કોઈપણ પ્રકારે બાધાકારી નથી, એવી રીતે આગળ પણ ભગવાન મહાવીર-મહારાજને અંગે નાટયવિધિ દેખાડવામાં આવે છે, તેમાં પણ તેમજ સમજવું.) દ્વિતીયાદિ નાટકોનું આછું સ્વરૂપ
આગળના નાટકોમાં પણ પહેલા નાટકોમાં જણાવ્યા પ્રમાણે પંક્તિએ થવાનું વિગેરે વિધિને ક્રમ છે, છતાં માત્ર નાટકનાં નામે અહીં દેખાડવામાં આવે છે. પ્રથમ અષ્ટમંગલિકની રચનાવાળું નાટક કર્યા પછી બીજુ આવ–પ્રત્યાવર્તથી માંડીને યાવત્ પઘલતાની રચનાથી આશ્ચર્યકારક નાટક હોય છે.
ત્રીજું ઈહિમૃગ વૃષભ વિગેરેની રચનાવાળું નાટક હોય છે.
ચેથું એક બાજુ વક, બે બાજુ વક, યાવત્ ચઢાઈ ચકવાલ થવાય તેવું, પાંચમું ચંદ્રાવલિની રચના યાવત્ રત્નાવલિની રચનાવાળું નાટક, છઠ્ઠ ચંદ્રોદ્દગમન વિગેરે, સાતમું ચંદ્રાગમન વિગેરે, આઠમું ચંદ્રાવરણ વિગેરે, નવમું ચંદ્રાસ્તમયન વિગેરે, દસમું ચંદ્રમંડળ પ્રવિભક્તિ વિગેરે, અગીયારમું વૃષભ સિંહ અશ્વ ગજ વિગેરેનાં વર્તવાળું, બારમું સમુદ્ર વિગેરેની ઘટનાવાળું, તેરમું નંદા વિગેરેની રચનાવાળું, ચૌદમું મસ્યાણક વિગેરેની રચનાવાળું, પંદરમું કવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું, સલમું ચવર્ગના પાંચે અક્ષરની રચનાવાળું, સત્તરમું 2વર્ગના પાંચ અક્ષરની રચનાવાળું, અઢારમું તવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું, ઓગણીસમું પવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું અને વીસમું અશક વિગેરે વૃક્ષના પલ્લવની રચનાવાળું, એકવીસમું પઘલતા વિગેરે લતાવાળું, બાવીસમું દુતનામનું નાટક ત્રેવીસમું વિલંબિત નામનું, વીસમું કૂતવિલંબિત નામનું, પચીસમું અંચિત નામનું, છવ્વીસમું ત્રાભિત નામનું, સત્તાવીસમું અંચિત –ભિત અઠ્ઠાવીસમું, આરભટ ઓગણત્રીસમું, ભસલ ત્રીસમું, આરટ–ભસીલ એકત્રીસમું ઉત્પાત-નિપાત વિગેરે કિયાવાળું, એવી રીતે એકત્રીસ