________________
આગમત
અને એ મંતવ્યમાં નિર્દોષ હેતુ તેમ જ દષ્ટાંત પણ અત્યાર સુધી આપતા આવે છે. જે તમે જીવ–પુદ્ગલને ગતિ–સ્થિતિ ધર્મના ઉપકારથી નિરપેક્ષ માનતા હે તે અમારી માફક હેતુ દષ્ટાંત આપી સિદ્ધ કરે. અમે સાથે જ જણાવીએ છીએ જે ધર્માધમ દ્રવ્ય જીવ-પુદ્ગલેની ગતિ-સ્થિતિ કરાવતા નથી, પરંતુ સમીપમાં રહેવાપણુએ ગતિ સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ–પુદ્ગલેને ગતિસ્થિતિમાં ઉપકાર કરે છે.
જેમ એક વિદ્યાથીને અથવા ભિક્ષુકને એક સ્થાનેથી બીજે સ્થાને જવું હોય, પરંતુ જ્યાં પિતે છે ત્યાં ભિક્ષા–મિષ્ટાન્ન વિગેરે મળવાના સમાચાર જાણીને ત્યાં રહી જાય છે, એટલે ભિક્ષા તે ભિક્ષુકને ત્યાં વાસ કરાવે છે. અથવા એક વિદ્યાર્થીને અંધકાર વિગેરે કારણથી ભણવાની ઈચ્છા નથી, પરંતુ તેવા અવસરમાં લીંડીને અગ્નિ (લીડીને અગ્નિ લેવાનું કારણ એ છે કે ઘાસ વિગેરેના અગ્નિની માફક તે એકદમ ઓલવાઈ જતું નથી.) પ્રગટ થવાથી તેના પ્રકાશમાં પતે ભણવાનું મન કરી ભણવા બેસે છે. એટલે કે ભણવામાં જેમ એ લીંડી-છાણાને અગ્નિ જેમ ઉપગ્રાહક છે, તે પ્રમાણે ગતિ-સ્થિતિ પરિણત જીવ–પુદ્ગલેને ધર્મા–ધર્મ દ્રવ્ય ગતિ– સ્થિતિમાં ઉપકારક છે.
વાદીની શંકા-ધર્માસ્તિકાય લેકવ્યાપી છે અને તેને અવશ્ય સદ્ભાવ છે. એ પ્રમાણે માનનારા એવા તમારે પણ ધમસ્તિકાય ગયુપકારક છે. અધમસ્તિકાય સ્થિત્યુપકારક છે, એમ કહેવું એ કહેવા માત્ર છે.
સિદ્ધાંતકારને ઉત્તર–અમારૂં પૂર્વોક્ત કથન કહેવા માત્ર છે, એમ નથી પરંતુ યુક્તિયુક્ત છે તે તમે સાવધાન થઈને સાંભળે. જીને અને પુદ્ગલેને પોતાની મેળે જ ગતિ-સ્થિતિ પરિણામ થવાથી પરિણમી કારણ, નિર્વક કારણ અને નિમિત્ત કારણુ એ ત્રણ કારણથી વ્યતિરિક્ત ઉદાસીનકારણરૂપ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અપેક્ષાએ ગતિ-સ્થિતિ થાય છે.