________________
૨૨
આગમત શંકા કરનારને આશય એ છે કે જેમ એક યાચક શેઠ પાસે યાચના કરવા જાય છે તે પ્રસંગમાં યાચકને લાભાન્તરાય - પશમ થયે હોય અને શેઠને દાનાન્તરાયને ક્ષાપશમ થયો હોય તે જ દાનરૂપી કાર્ય બની શકે છે, પરંતુ બેમાંથી એકના અભાવમાં તે વસ્તુ બની શકતી નથી. તે પ્રમાણે અહીં ધમ-ધર્માદિ દ્રવ્ય અવગાહ લેનાર છે અને આકાશ દ્રવ્ય અવગાહ આપનાર છે તે અવગાહ એ એક આકાશનેજ ગુણ કેમ હોઈ શકે?
ઉત્તર : તમારું કહેવું એગ્ય છે, અર્થાત્ શંકા બરાબર છે. તે પણ એવું જે આકાશ તે અવગાહ્ય=અવગાહ કરવા યોગ્ય હોઈ મુખ્ય છે. જેમાં અનુપ્રવેશ રૂપ અવગાહ થઈ શકે તેજ આકાશનું લક્ષણ ઈષ્ટ છે. જ્યારે અવગાહ કરનારા પુદ્ગલે વિગેરેના સંગથી અવગાહની ઉત્પત્તિ છે, તે પણ તેની અહીં વિવક્ષા નથી. માટે અવગાહ તે આકાશનું લક્ષણ છે. કારણ કે અસાધારણ કારણપણાએ અવગાહ આપવામાં આકાશ ઉપકારક છે. અને તેથી અન્ય-દ્રવ્યથી નહિં સંભવતા અવગાહ રૂપ ઉપકાર વડે અતીન્દ્રિય એવું પણ આકાશ આત્મદ્રવ્યની માફક અથવા ધર્મ-અધર્મ દ્રવ્યની માફક અનુમાનથી જાણવા લાયક છે.
આ વસ્તુ દષ્ટાંતથી સમજાવે છે–જેમ પુરુષને હાથ-દંડ તેમજ ઢોલ એ ત્રણેના સાગથી શબ્દથી ઉત્પત્તિ થાય છે, છતાં ઢેલને શબ્દ એ પ્રમાણે જ બેલાય છે અથવા પાણ-માટી અને યવનું બી એ ત્રણના સાગથી વાંકુરની ઉત્પત્તિ છતાં યવને અંકુર જ જેમ કહેવાય છે તે પ્રમાણે અસાધારણ કારણપણથી અવગાહ પણ આકાશને ગુણ છે એમ જરૂર માનવું જોઈએ.
વળી દેવદત્ત બેસે છે. આ દષ્ટાંતમાં જેમ બેસવાની ક્રિયા અર્થાત બેસવાપણું દેવદત્તમાં છે. તે પ્રમાણે પરમાણુ અવગાહે છે, જીવ અવગાહે છે વિગેરે દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે અવગાહ ગુણ પરમાણુ પુદ્ગલને તેમજ જીવને છે એ પ્રમાણે જેઓની માન્યતા છે. તે પણ ઉપર જણાવેલ ભેરી શબ્દના દષ્ટાંતથી દૂર થાય છે.