________________
પુસ્તક ૨-જુ
વાત બરાબર છે, પરંતુ અવગાહ લેવાવાળા હોય તેને આકાશ અવગાહ આપવામાં ઉપકારી હેઈ કેણ અવગાહ લેવાવાળા છે? તેને સંબંધ જણાવે છે, જે અવગાહ લેવાવાળા ધર્મ-અધર્મ પુદ્ગલેને આકાશ અવગાહ આપે છે. અર્થાત્ એ ધર્મ-અધર્મ વિગેરે જણાવેલા દ્રવ્યને આકાશ અવગાહ આપવામાં ઉપકારી હાઈ આકાશનું સ્વતત્વ અવગાહ છે એટલે કે અવગાહ રૂપ લક્ષણે આકાશનું અસ્તિત્વ સંબંધી પ્રતિપાદન થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે છે. અવગાહ કરનારા ધર્મ, અધર્મ, જીવ-પુદ્ગલેને આકાશ અવગાહ આપે છે, અર્થાત્ એ ધર્મઅધર્મ વિગેરે જણાવેલા દ્રવ્યોને આકાશ અવગાહ આપવામાં ઉપકારી આકાશનું સ્વતત્વ અવગાહ છે. એટલે કે અવગાહ પામતા જીવ-દ્રવ્યને આકાશ અવગાહ આપે છે, પરંતુ અવગાહને નહિ પામનારા એવા જીવ–પુદ્ગલેને બળાત્કારે પોતાની પાસે લાવી અવગાહ આપે છે. તેમ નથી. એથી અવગાહ પામનારા દ્રવ્યના અવગાહ રૂપ કાર્યમાં આકાશ નિમિત્ત કારણ છે.
ધમ-ધર્મની સિદ્ધિ પ્રસંગે જણાવેલ પાણી અને મત્સ્ય વિગેરે અનેક દ્રષ્ટાંતે અહિં પણ વિચારી જવાં.
શંકા-પુદ્ગલાદિ-દ્રવ્યને આકાશમાં જે અવગાહ થાય છે, તેમાં પુદ્ગલ વિગેરેને અવગાહ લેવાને સ્વભાવ હોઈ તેમજ આકાશને અવકાશ આવવાને સ્વભાવ હેઈ બન્નેમાં અવગાહને સંબંધ રહેલે છે, તે કેવળ આકાશનું જ સ્વ—તવ (લક્ષણ) અવગાહ છે. તેમ કેમ કહે છે? બે આંગળીના સંગમાં સંયેગને સંબંધ બને અંગુલીમાં રહેલે છે અથવા જે પ્રમાણે બે દ્રવ્યથી ઉત્પન્ન થયેલ સંગ એકમાં રહે છે, એમ કહી શકાતું નથી. અથવા સંગ એકનું લક્ષણ છે. એ પ્રમાણે પ્રતિપાદન થતું નથી. તે મુજબ અહીં પણ ધર્મ-અધર્મ-જીવ–પુદ્ગલે અવગાહ લેનારા હોઈ આકાશ દ્રવ્ય અવગાહ આપનાર હોઈ અવગાહને સંબંધ બંનેમાં છે, પરંતુ કેવળ આકાશનું અવગાહ-લક્ષણ છે તેમ કેમ કહે છે?