________________
૧૪.
આગમત
ઉત્તર-એ શંકા બરાબર નથી. અર્થાત્ યુક્તિરહિત છે. વ્યાપાર વગરનું હેય તે કારણે થઈ શકતું જ નથી. તે કેમ હોઈ શકે? તે કહે છે કે કુર્વત્-નિમિત્ત કારણ અને અપેક્ષા કારણે આ કારણથી જુદા જુદા હોય છે. ધર્માદિ દ્રવ્યમાં રહેલ કિયાને જે પરિણામ તે પરિણામની અપેક્ષા રાખનારા જીવાદિ દ્રવ્ય ગતિ વિગેરે ક્રિયાને પામી શકે છે.
શકા–જે એમ હોય તે નિમિત્ત કારણ અને અપેક્ષા કારશુમાં કઈ પણ તફાવત નથી. કારણ કે ઘટની ઉત્પત્તિમાં દંડની અપેક્ષા ઘટને છે માટે તે નિમિત્ત કારણ અથવા અપેક્ષા કારણ જેમ કહેવાય તે પ્રમાણે જીવ-પુદ્ગલેની ગતિ–સ્થિતિરૂપ કાર્યમાં ધર્માદિ દ્રવ્યોની અપેક્ષા હેવાથી તે પણ નિમિત્ત કારણ અથવા અપેક્ષા કારણ કહેવાશે.
ઉત્તર–અપેક્ષા કારણ તેમજ નિમિત્ત કારણમાં વિશેષ છે. દંડ વિગેરે નિમિત્ત કારણોમાં પ્રયોગ ક્રિયા અને વિશ્વસા–સ્વાભાવિક ક્રિયા એમ પ્રકારની ક્રિયા છે. જ્યારે ધમ-ધર્મ (અપેક્ષા કારણોમાં ફક્ત વિશ્રસા (સ્વાભાવિક) ક્રિયા છે. ભાષ્યકાર મહારાજાએ પણ કારણ સામાન્યનું નિમિત્ત કારણ અપેક્ષા કારણુ બંનેનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી નિમિત્ત શબ્દનું ગ્રહણ કરેલ છે. જેટલા અંશ વડે દંડ વિગેરે કારણમાં સ્વતઃ વ્યાપાર પરિણામ છે તે અંશ જણાવવા માટે નિમિત્ત શબ્દનું ગ્રહણ કરેલું છે, અર્થાત્ દંડમાં બાહ્ય દૃષ્ટિથી પ્રયોગજન્ય વ્યાપાર દશ્યમાન થાય છે. પરંતુ તેમાં પણ સ્વતઃ વ્યાપાર પરિણામ અવશ્ય રહેલે છે.
જે સ્વતઃ વ્યાપાર પરિણામવાળે દંડ ન હોય તે પ્રાગજન્ય તેમાં વ્યાપાર ઉત્પન્ન થતા જ નથી. પ્રયોગ એ વ્યાપારમાં પ્રેરક છે. તેથી પ્રોગજન્ય કહેવાય છે. બાકી અમુક અંશે તે સ્વતઃ વ્યાપાર પરિણામ પ્રત્યેક દ્રવ્યમાં રહેલે છે.