________________
આગમત
વળી કરેલા પાપની આલેયણ લેવા આવેલે મનુષ્ય પણ સરલતાથી યથાર્થ આલેયણ ન લેતાં જે માયા–પ્રપંચ કરી આલેયણું લે તે તેને ઘણું પ્રાયશ્ચિત્ત આવે છે. એટલા માટે આયણ લેનારને માટે શાસ્ત્રકારોએ બાલકની માફક સરલપણે આવવાનું જણાવેલ છે.
આ બધી હકીકત વિચારનારા મનુષ્ય માત્ર સરલતાને ઉત્તમત્તમ ગણું તેને આદરવા તથા આદરેલી સરલતાને વધારવા ચાહના કરે તે સ્વાભાવિક છે, પણ તે સરલતાને વધવા માટે કયા ક્યા સાધનની જરૂર છે? તે વિચારવાનું અતિ આવશ્યક છે.
જેકે જગતમાં કોઈપણ ગુણ દુર્જનેએ દૂષિત કર્યો ન હોય એવું બનતું નથી, તેવી રીતે સરળતાના ગુણને પણ દુર્જને દૂષિત ગણ સરળતારૂપી ગુણવાળાને દુર્જને અક્કલ વગરને, ગાંભીર્ય–ગુણ વગરને, તુચ્છ વિગેરે ઉપનામ આપી નિંદે તે સ્વાભાવિક છે, પણ સરળતા જ્યારે ઉત્તમ ગુણ તરીકે અનુભવસિદ્ધ છે એટલે કે સરળતાવાળે મનુષ્ય દરેક પ્રસંગમાં હૃદયને ચેખું રાખી મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરી શકે છે, પણ માયાની જાળમાં ફસાઈને સરળતાનું સત્યાનાશ વાળના મનુષ્ય પોતાના મન, વચન કે કાયાના એકપણું પ્રવર્તનને શુદ્ધપણે કરી શકતું નથી. માયાવી મનુષ્યના વિચારે કેટલા બધા ઘાતક હોય છે ? વચને કેવાં આંટીઘુંટીવાળાં હોય છે? અને પ્રવૃત્તિની દિશા કેવી ઉલટપાલટવાળી હેય છે? તે કઈ પણ વિવેકી પુરુષથી અજાણ્યું નથી.
આ માયાવી-પુરુષની બધી હકીકત સમજીને સુજ્ઞ પુરુષો સરળતાના શણગાર પોતાના આત્મામાં સજે છે. શરીર ઉપર સજેલાં ઘરેણું કેઈ લઈ જાય નહિ એની સાવચેતી જેમ મનુષ્ય રાખે છે, તેવી રીતે સરળતાને સજેલે શણગાર પણ આત્મા ઉપરથી ઉતરી ન જાય એવી સાવચેતી દરેક વિવેકીએ રાખવાની જરૂર છે.
સરળતાને ગુણ તરીકે દેખાડવાને એ ભાવાર્થ તે નથી જ કે જેમ આવે તેમ સંકલ્પ કરવા, બાળકની માફક જેમ આવે